fbpx
અમરેલી

ધામેલ ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક ના કામો માં ચાલતા લોલમલોમ થી પૂર્વ ધારાસભ્ય ઠુંમરે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી

લાઠી તાલુકાનાં ધામેલ ગામ થી ધામેલ પરા તરફ જતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આંતરિક માર્ગમાં વપરાતા મટીરીયલ્સનું પરીક્ષણ થવા બાબત પૂર્વ ધારાસભ્ય ઠુંમરે રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સબંધ કરતા ઓને પત્ર પાઠવી મટીરીયલ્સનું પરીક્ષણ થવા રજુઆત કરી નબળું કામ થઈ રહ્યું હોવા ની સ્થાનિક જાગૃત નાગરિક દીપકભાઇ વલ્લભભાઇ વઘાસીયા ધામેલ જુની તા.લાઠી તરફથી આવેલ અરજીની નકલ સામેલ રાખી મોકલી રહ્યો છું. તેમાં જણાવ્યાનુસાર લાઠી તાલુકાનાં ધામેલ ગામથી ધામેલ પરા તરફ જતાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં એજન્સી દ્વારા ૪૦૦ મી. નું કામ નબળી ગુણવતા વાળુ મટીરીયલ્સ વાપરતા હોવાનું જણાવેલ છે. રેતીને બદલે સંપુર્ણ માટી વાપરાતા હોવાનું તેમજ સિમેન્ટ વાપર્યા પછી યોગ્ય પાણી છટકાવ કરવામાં આવતુ ન હોય તેથી આ કામમાં વપરાતા મટીરીયલ્સનું નમુના મેળવી ગેરી મારફત ટેસ્ટીંગ કરાવવા રજુઆત કરેલ છે.તો આ બાબતે આપના લેવલેથી લગત વિભાગને જરૂરી સુચના આપી ગુણવતા યુકત કામ કરાવવા આ પત્રથી રજુઆત કરી રહ્યો છું સચિવશ્રી માર્ગ-મકાન વિભાગ, ગાંધીનગર  કાર્યપાલક ઇજનેરશ્રી (પં) માર્ગ-મકાન વિભાગ અમરેલી પત્ર પાઠવી ધામેલ ગામે ચાલતા પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના ના કામ માં વપરાતા માલ સમાન અંગે પરીક્ષણ કરવાની દરકાર લેવા રજુઆત કરાય 

Follow Me:

Related Posts