ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦ થી અવિરત બુધસભાની ૨૩૨૫ મી બેઠક યોજાય છે

ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૨૫ મી બેઠક તારીખ ૫ ફેબ્રુઆરી ૨૦૨૫ સાંજે ૬-૧૫ કલાકે શિશુવિહાર પરિસરમાં ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમાં યોજાયી .બુધસભાની વર્ષ ૧૯૮૦ ની પ્રથમ બેઠકથી વર્ષ ૨૦૨૫ ની ૨૩૨૪ મી બેઠક સુધી નિરંતર અને સાતત્યપૂર્ણ જે હાજર રહ્યા એવા સૌના વડીલ અને માર્ગદર્શક કવિ શ્રી ડૉ.નટુભાઈ પંડ્યાને આજે બુધસભા પરિવાર દ્વારા તેમની જ ગઝલો અને ગીતો બુધસભાના કવિ અને કવયિત્રીઓએ પઠન કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિશુવિહાર સંસ્થાના પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ દવે , સંસ્થાના મંત્રી શ્રી ડૉ.નાનકભાઈ ભટ્ટ, તેમજ ભાવનગરના જાણીતા કવિશ્રી ડૉ.વિનોદભાઈ જોશી, પરિષદના સદસ્ય શ્રી દાન વાઘેલા, બુધસભા પરિવારજનો, કવિઓએ ડૉ. નટુભાઈ સાથેના સંસ્મરણો વાગોળતા તેમને શબ્દાંજલી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજની સમગ્ર બુધસભા ડૉ. નટુભાઈ પંડ્યાના કાવ્યો,કાર્યો અને જીવનસુગંધને વાગોળતા તેમના પ્રિય ભાવકો, ગમતા કવિઓ અને પરિવારજનો સાથે ૬૦ જેટલા સાહિત્ય રસીકોની ઉપસ્થિતિમાં યોજાયી.
Recent Comments