નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ – 2025 ને આવકારતા અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયા

પ્રેસનોટ
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ – 2025 ને આવકારતા અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરીયા
અમરેલી, 3 ફેબ્રુઆરી 2025:
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ – 2025નું અમરેલી લોકસભાના માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ આવકાર્યું છે
સાંસદ શ્રી ભરત સુતરીયાએ જણાવ્યું કે આ બજેટ દેશના વિકાસ માટે એક દિશાસૂચક પારદર્શક છે, જે દરેક વર્ગના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને ઘડાયું છે. તેમણે ખાસ કરીને ખેડૂતો, મધ્યમ વર્ગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટેક્નોલોજી માટે કરવામાં આવેલ વિવિઘ મુદ્દાઓ રજૂ કર્યા હતા અને ખૂબ જ પ્રશંસનીય બાબત કહેવાય
તેમણે ઉલ્લેખ કર્યો કે સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર માટે નવા ફંડ્સની ફાળવણી, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વધુ લાભો, અને કૃષિ સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન જેવા પગલાં ખેડૂતો માટે ઉત્સાહવર્ધક છે.
મધ્યમ વર્ગ માટે કરમાં રાહત અને ઘર ખરીદી માટે સબસિડી જેવા પગલાં લોકોને આર્થિક રીતે સશક્ત બનાવશે. નાની અને મધ્યમ ઉદ્યોગો માટે લોન પ્રોગ્રામ્સ અને ટેક્સમાં રાહત તેમને ઉદ્યોગ ધંધા વિસ્તૃત કરવા પ્રોત્સાહિત કરશે.
સાંસદ શ્રી ભરત સુતરીયાએ વધુમાં ઉમેર્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે નાણાં ફાળવવાથી અમરેલી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રસ્તાઓ, રેલવે, પોર્ટ્સ અને ઉદ્યોગો માટે સારા અવસરો ઊભા થશે. ઉપરાંત, ડિજિટલ ઇન્ડિયા અને નવી ટેક્નોલોજી માટેના ફંડિંગના નિર્ણયો દેશને ગ્લોબલ ટેક્નોલોજીકલ હબ બનાવવાના દિશામાં મજબૂત પગલાં છે.
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બજેટ ભારતને 2047 સુધી વિકાસશીલથી વિકસિત દેશ બનાવવાની દિશામાં એક મજબૂત પગથિયું ગણાવ્યું અને તમામ નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે આહ્વાન કર્યું.
Recent Comments