ભાવનગર

ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવતાં કાર્યકર્તા મૂકેશ પંડિત 

લોકભારતી સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનમાં સરપંચ તથા પત્રકાર તરીકેનાં વર્ણવ્યાં અનુભવો

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું, જેમાં ગ્રામવિકાસ અને આવતાં પરિવર્તનોની વાત સાથે સરપંચ તથા પત્રકાર તરીકેનાં અનુભવો વર્ણવ્યાં હતાં અને ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવ્યું. 

સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં ગ્રામીણ અભ્યાસ સ્નાતક ( બી.આર.એસ. ) વિભાગમાં ‘આજનાં ગ્રામ વિકાસમાં આવી રહેલાં પરિવર્તનો’ વિષય પર કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું. વ્યાખ્યાનમાં તેઓએ પોતાનાં તત્કાલીન સરપંચ તરીકેનાં અનુભવો અને વિકાસની સતત બદલાતી પરિભાષા તથા જરૂરિયાત અંગે જણાવ્યું. ગ્રામવિકાસ અને આવતાં પરિવર્તનોની વાત સાથે લોકશાહી અને સમવાય તંત્ર સાથે મતદાર તરીકેની જાગૃતિ સંદર્ભે પણ વાત કરી. ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવ્યું અને ગામડાંનાં બહાર નીકળી ગયેલાં પરિવારો દ્વારા પણ ફરી વતનમાં ગામડામાં નાના મોટા મકાનો કે મિલકતો વસાવાઈ રહ્યાનું જણાવ્યું.

આ વ્યાખ્યાનમાં પત્રકાર તરીકેનાં અનુભવો વર્ણવ્યાં હતાં અને પ્રયાગરાજ મહાકુંભમેળામાં અખાડા તેમજ ભાવિકો તથા વહીવટી તંત્રની સુચારુ વ્યવસ્થા અંગે જણાવી ભારતવર્ષનું દર્શન થઈ રહ્યાનું ઉમેર્યું.

લોકસેવા મહાવિદ્યાલયનાં આચાર્ય શ્રી હસમુખભાઈ સુથારે વિદ્યાર્થીઓને પ્રાસંગિક વાત કરી વકતાં અંગે જણાવ્યું હતું.

અધ્યાપકો શ્રી અલ્કેશભાઈ ચૌહાણ, શ્રી કુમારગૌરવ પુરોહિત તથા શ્રી કિશોરભાઈ હિરાણીનાં સંકલન સાથે આ વ્યાખ્યાન વેળાએ આવકાર પરિચય વિદ્યાર્થી શ્રી સતીષ હઠિલા આપેલ અને આભાર દર્શન કુમારી બંસી બારૈયાએ કરેલ.

Follow Me:

Related Posts