
ભાજપ ૨૭ વર્ષ બાદ દિલ્હીમાં સત્તા પર આવ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ ભાજપનો સૂર્યોદય અને આપનું ‘ધી એન્ડ’
ભાજપના પ્રવેશ વર્મા સામે અરવિંદ કેજરીવાલની કારમી હાર
દિલ્હીના વિવિધ જિલ્લાઓમાં મતગણતરી માટે કુલ ૧૪ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાં શાહદરા, મધ્ય દિલ્હી, પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં એક-એક, ઉત્તર, પશ્ચિમ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પૂર્વ જિલ્લામાં બે-બે અને નવી દિલ્હી તથા ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં ત્રણ-ત્રણ કેન્દ્રો સમાવિષ્ટ છે. મતગણતરી પ્રક્રિયા સુચારૂ રૂપે સંચાલિત થાય તે માટે કુલ ૫,૦૦૦ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
દિલ્હી વિધાસભ્ય ચૂંટણીમાં ભાજપના બહુમત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે દિલ્હીની જનતાનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યુ કે વિકાસ અને સુશાસનની જીત થઇ છે. દિલ્હીમાં વિકાસ અમારી ગેરંટી છે.
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અહીંથી ભાજપના પ્રવેશ વર્મા જીત્યા છે. આ કેજરીવાલની ચોથી ચૂંટણી હતી અને તેઓ પહેલી વાર ચૂંટણી હારી ગયા છે.
આમ આદમી પાર્ટીની વિધાનસભા ચુંટણીમાં હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંબોધન કરતા જણાવ્યુ છે કે, અમે રાજનીતિમાં સત્તા માટે નથી આવ્યા. અમને જનતાનો ર્નિણય સ્વીકાર્ય છે.
આપના મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. બીજેપીના તરવિંદર સિંહ મારવાહ અહીંથી જીત્યા છે. આ સીટ પર સિસોદિયા અને મારવાહ વચ્ચે જાેરદાર ટક્કર હતી. પરંતુ છેલ્લા રાઉન્ડની મતગણતરી બાદ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી વિધાનસભા ચૂંટણી એટલે કે ૨૦૨૦માં સિસોદિયાએ પટપરગંજથી ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતે તેઓ સીટો બદલીને પણ જીત નોંધાવી શક્યા નથી.
દિલ્હી ચૂંટણી પરિણામો પર, છછઁ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું છે કે અમે વિશ્લેષણ કરીશું અને શોધીશું કે ભૂલો ક્યાં હતી.
આપ નેતા અવધ ઓઝા પણ પટપરગંજ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અવધ ઓઝાને ભાજપના રવિન્દ્ર નેગીએ હરાવ્યા હતા.
શકુર બસ્તી બેઠક પરથી આપ ના સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે. શાલીમાર બાગથી ભાજપના રેખા ગુપ્તાએ ૨૯,૫૯૫ મતોથી ચૂંટણી જીતી છે.
દિલ્હી ચૂંટણીના વલણોમાં ભાજપની જીત અંગે
Recent Comments