ગુજરાત

સુરતમાં કાર અકસ્માતમાં બેના જીવ ગયા, ૬ વાહનોને ટક્કર

સુરતમાં ફરી એક વખત રફ્તારનો કહેર સામે આવ્યો છે. સુરતના આવટર રિંગ રોડ પર બેફામ કાર ચાલકે રફ્તારનો આંતક મચાવી અનેક વાહનોને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે કાર હંકારી અનેક વાહનોને અડફેટે લેતાં અફરાતફરીનો મહાલો સર્જાયો હતો. જ્યારે આ ગંભીર અકસ્માતમાં બે સગા ભાઈના મૃત્યુની ખબર સામે આવી રહી છે. જાેકે, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કારચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ છે, ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. જ્યારે અકસ્માત સર્જનાર કારચાલક વિશે તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો, અકસ્માત સર્જનાર કોણ હતો, શું કારચાલક નશાની હાલતમાં હતો કે નહીં, તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts