વિડિયો ગેલેરી

મણિપુરમાં રાજકીય ઉથલપાથલ વધી

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે અચાનક રાજીનામું આપી દેતાં રાજનીતિમાં તર્ક-વિતર્ક શરુ થયાં

મણિપુરમાં રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે, રાજ્યના સીએમ એન બિરેન સિંહે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિરેન સિંહ ભાજપના સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. આ ર્નિણય પહેલા, બિરેન સિંહે આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. દરમિયાન, ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવા જણાવ્યું છે.
રાજીનામું આપતાં પહેલાં બિરેન સિંહ ગૃહ મંત્રી અમિત શાહને મળ્યાં હતા જે પછી રાજ્યપાલને રાજીનામું આપવા પહોંચ્યાં હતા.
રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને સોંપેલા રાજીનામા પત્રમાં બિરેન સિંહે કહ્યું કે મણિપુરના લોકોની સેવા કરવી એ અત્યાર સુધી સન્માનની વાત રહી છે.
મણિપુર વિધાનસભાનું સત્ર આજે (૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫) ના રોજ શરૂ થવાનું હતું. વિપક્ષ મણિપુર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું હતું.
કોંગ્રેસે કહ્યું કે એન બિરેન સિંહને બે વર્ષ પહેલા જ બરતરફ કરી દેવા જાેઈતા હતા. કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું, “દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. મણિપુરના ધારાસભ્યોનો અંતરાત્મા જાગી ગયો છે. તેમણે મજબૂરીમાં રાજીનામું આપ્યું છે. મણિપુરના દ્ગઁછહ્લ પાર્ટીના સાંસદ લોરો ફોજે કહ્યું કે, એન બિરેન સિંહે તેમના ધારાસભ્યોનો ટેકો ગુમાવ્યો હતો. તેમણે મોડેથી રાજીનામું આપ્યું. જાે તેમણે દોઢ વર્ષ પહેલાં રાજીનામું આપ્યું હોત, તો મણિપુર બચી ગયું હોત, ત્યાંના વિદ્યાર્થીઓના જીવ બચી ગયાં હતા.

Follow Me:

Related Posts