મહાકુંભમેળામાં લાભ લેતાં શ્રી વિશ્વાનંદ માતાજી

મહાકુંભમેળામાં સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લેતાં શ્રી વિશ્વાનંદ માતાજી શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા જાળિયા મંગળવાર તા.૧૧-૨-૨૦૨૫ ( મૂકેશ પંડિત દ્વારા )દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં શ્રી વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ. ગોહિલવાડનાં ગૌરવરૂપ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલી રહી છે, તે શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ. દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં શ્રી વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. કુંભક્ષેત્રમાં બાપા સિતારામ અન્નક્ષેત્રમાં યજ્ઞ અને દર્શન પૂજન તથા પ્રસાદ લાભ લેવાયો. ભારત સાધુ સમાજ અધ્યક્ષ શ્રી મૂકતાનંદજીબાપુ, શ્રી ગરીબરામબાપુ સહિત વિવિધ અખાડા ધર્માચાર્યો અને મહાનુભાવો સાથે પ્રાસંગિક મુલાકાતો લીધી.
Recent Comments