સોશિયલ મીડિયા પર રણવીર અલાહબાદીયાની ટિપ્પણી બાદ પોલીસ ફરિયાદ અને હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રણવીરની ટિપ્પણીને નોંધતા યુટ્યુબને પત્ર લખ્યો

એક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત આ વ્યક્તિ દ્વારા એક ઓનલાઈન શૉમાં અશ્લીલતાની હદ પાર થઈ ગઈ. એક ઓનલાઈન શોમાં વક્તાઓએ મર્યાદાની એ સીમાનું ઉલ્લંઘન કરી દીધું જેના અંગે લોકો વિચારતા પણ નથી. આ ગંદકી ફેલાવવામાં સૌથી પહેલું નામ આવે છે રણવીર અલ્હાબાદિયા.
કોમેડિયન સમય રૈના તેના અનફિલ્ટરડ અને ડિરેક્ટ કન્ટેન્ટ માટે જાણીતો છે ત્યારે તેના એક શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના તાજેતરના એક એપિસોડમાં જાણીતો યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વ મુખિજા જેવા કન્ટેન્ટ ક્રીએટર કે જેઓ ‘ધ રિબેલ કિડ’ તરીકે જાણીતા છે તેમની સાથે જાેડાયો હતો અને આ શો દરમિયાન તેણે એક સ્પર્ધકને એવો પ્રશ્ન પૂછ્યો હતો જેને લઈને રણવીરની હાલ ટીકા કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર લોકો રણવીર અલાહબાદીયાને ઘણુ ખરું સંભાળવી રહ્યા છે. પોતાની ટિપ્પણી બાદ તે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તેની વિરુદ્ધ પોલીસમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રણવીરની ટિપ્પણીને નોંધતા યુટ્યુબને પત્ર લખ્યો છે.
આ સમગ્ર મામલે જાણીતા પત્રકાર અને ગીતકાર નીલેશ મિશ્રાએ પોતાની પ્રતિક્રિયા આપતા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર તેમની ટીકા કરી હતી અને અને તેમને ‘ વિકૃત સર્જકો’ કહ્યા હતા. નીલેશ મિશ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “આપણા દેશની સર્જનાત્મક અર્થવ્યવસ્થાને આકાર આપનારા વિકૃત સર્જકોને મળો. મને ખાતરી છે કે દરેકના લાખો ફોલોઅર્સ છે. આ કન્ટેન્ટને એડલ્ટ કન્ટેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી નથી – જાે અલ્ગોરિધમ તેને ત્યાં લઈ જાય તો બાળક પણ તેને સરળતાથી જાેઈ શકે છે. આના સર્જકો અને પ્લેટફોર્મ સખત બેજવાબદાર છે.
મને એ વાતનું પણ આશ્ચર્ય નથી કે ડેસ્ક પર એ ચાર લોકોએ – અને પ્રેક્ષકો આ ઘટનાને એન્જાેય કરી રહ્યા છે. આ સર્જકો વાણી સ્વાતંત્ર્યના નામે કંઈપણ કહી શકે છે અને તેનાથી છટકી શકે છે.ફરીથી, એવા સર્જકોને મળો જે આપણા દેશની સર્જનાત્મક અર્થવ્યવસ્થાને આકાર આપી રહ્યા છે.”
Recent Comments