દામનગર તળાજા ડેપો ની તળાજા જુનાગઢ ૩૦ વર્ષ જુના રૂટ ની બસ છેલ્લા દસ દિવસથી બંધ અનેક રજૂઆત કરવા છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી સેવાડાના વિસ્તારના અનેક ગામડાઓમાં આ બસ બંધ થતાં ભારે મુશ્કેલી પડી રહી છે શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા એસટીના ઉચ્ચ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા સ્ટાફની ઘટ હોવાનું જણાવી અને અવર નવર આ રૂટ કેન્સલ કરવામાં આવે છે આ રૂટ વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો તળાજા ડેપો ખાતે આજુબાજુના સરપંચ દ્વારા તળાજા ડેપો ખાતે રામ ધુનનો કાર્યક્રમ રખાશે જેથી પાંચ તલાવડા શાખપુર નાની વાવડી કલ્યાણપર ખારા સનાળીયા અને લીલીયા સહિતના સરપંચો આ કાર્યક્રમમાં જોડાશે જેથી વહેલી તકે તળાજા જુનાગઢ રૂટ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે
ગામડા ની અવદશા. તળાજા ડેપો ની તળાજા જુનાગઢ ૩૦ વર્ષ જુના રૂટ ની બસ છેલ્લા દસ દિવસથી બંધ મુસાફરો ને ભારે પીડા

Recent Comments