ગુજરાત

ભવ્યતાથી યોજાઇ સુરત વરાછામાં ડ્રગ્સ અવેરનેસ મેરેથોન દોડ.

સુરત ભવ્યતાથી યોજાઇ સુરત વરાછામાં ડ્રગ્સ અવેરનેસ મેરેથોન દોડ.ગત તારીખ ૦૯-૦૨-૨૦૨૫ના રવિવાર વહેલી સવારે સાત કલાકે રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો, રોટરી કલબ ઓફ સુરત મેટ્રો તથા ટાઇટલ સ્પોન્સર તરીકે આલકેમી સ્કૂલ લાડવીના સંયુક્ત ઉપક્રમે “Run for Awareness, Say No to Drugs” મેરેથોનનું આયોજન કરવામાં આવેલું. જેમાં શહેરના મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી દ્વારા મેરેથોન દોડને લીલી ઝંડી અપાઈ હતી. આ મેરેથોનમાં મોટા વરાછા તથા વરાછાના ૯૦૦ કરતાં પણ વધુ લોકોએ ભાગ લીધો હતો.

શહેરમાં વધી રહેલા ડ્રગ્સ ના દૂષણને નાબૂદ કરવા રોટરેક્ટ કલબ, રોટરી ક્લબ, આલ્કેમી શાળાના બાળકો વાલીઓ તથા હેપી મોર્નિંગ ક્લબના યુવાનો દ્વારા આ ઝુંબેશ કરવામાં આવી હતી. આ સાથે સમાજ શ્રેષ્ઠીશ્રી કાનજીભાઇ ભાલાળા, શ્રી વી ડી ઝાલાવડીયા, ભવાનભાઈ નવાપરા ચેરમેન શ્રી વરાછા બેન્ક , રેડિયો મિર્ચી RJ હર્ષ પણ હાજર રહી દોડવીરોને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર આયોજનમાં રોટરેક્ટ ક્લબના પ્રેસિડેંટ રો. પ્રશાંત કાકડિયા, સેક્રેટરી રો. પ્રશાંત મુંગરા તથા રોટરી ક્લબના પ્રેસિડેંટ રો. સંજય ચોવટીયા, સેક્રેટરી રો. નિકુંજ હિરપરા તથા બંને ક્લબના મેમ્બરો સાથે વિશેષ પ્રોજેકટ ચેર તરીકે રોટેરિયન રીંકલ કાકડિયા, રોટરેક્ટ પ્રોજેકટ ચેર તરીકે રો. હાર્દિક ધોરાજીયા તથા રોટરેક્ટ પ્રોજેકટ કો-ચેર તરીકે રો.અનિલ ગોગ્દાણીએ જહેમત ઉઠાવી હતી અને હેપી મોર્નિંગ ના ચેરમેન સુરજભાઈ મિયાણી પણ ઉપસ્થિત રહ્યા હતા ટીમ સાથે સમગ્ર કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરેલ.

Follow Me:

Related Posts