રાષ્ટ્રીય

સાઉદી અરેબિયાએ ૧૪ દેશો માટે ૧ વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા

૨૦૨૫ માં ફક્ત તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેઓ પહેલીવાર હજ માટે આવી રહ્યા છે, બાળકો પર પણ આ કારણસર પ્રતિબંધ લાદવામાં આવ્યોસાઉદી અરેબિયાએ આ વખતે હજને લઈને મોટો ર્નિણય લીધો છે. સાઉદી અરેબિયાએ ૧૪ દેશો માટે ૧ વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા. આ દેશોના લોકો સિંગલ-એન્ટ્રી વિઝા માટે અરજી કરી શકે છે. સાઉદી નાગરિકો અને રહેવાસીઓ નુસુક એપ અથવા સત્તાવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા નોંધણી કરાવી શકે છે. અરજદારોએ તેમની વિગતો ચકાસવાની રહેશે અને તેમની સાથે મુસાફરી કરનારાઓનું પણ નોંધણી કરાવવાની રહેશે.

સાઉદી અરેબિયાના નવા ર્નિણય મુજબ, હજમાં બાળકોના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું છે કે, દર વર્ષે હજ દરમિયાન વધતી ભીડને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તેમને હજ કરવાથી રોકવામાં આવ્યા છે.

સાઉદી અરેબિયાના નવા વિઝા નિયમોથી પ્રભાવિત દેશોમાં અલ્જીરિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાક, જાેર્ડન, મોરોક્કો, નાઇજીરીયા, પાકિસ્તાન, સુદાન, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયા સરકારે આ દેશો સાથે પ્રવાસન, વ્યવસાય અને પારિવારિક મુલાકાતો માટે એક વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધા છે. નવા નિયમો હેઠળ, આ દેશોના લોકો ફક્ત સિંગલ-એન્ટ્રી વિઝા માટે અરજી કરી શકે છે, જે ૩૦ દિવસ માટે માન્ય રહેશે.

સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયનું કહેવું છે કે ૨૦૨૫ માં, ફક્ત તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેઓ પહેલીવાર હજ માટે આવી રહ્યા છે. બાળકો પર પણ આ જ કારણસર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી તેમને ભીડને કારણે થતી સમસ્યાઓથી બચાવી શકાય. હજ ૨૦૨૫ માટે નોંધણી શરૂ થઈ ગઈ છે.

Follow Me:

Related Posts