મતદાન મથકના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં મોબાઇલ સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, જેવા સાધનો સાથે રાખવા નહિ

રાજ્યની નગરપાલિકા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. આ અન્વયે અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી, અમરેલી. સાવરકુંડલા, દામનગર નગરપાલિકા તથા બગસરા તાલુકા પંચાયતની વાઘણીયા જૂના, બાબરા તાલુકા પંચાયતની કરીયાણા અને ધારી તાલુકા પંચાયતની મીઠાપુર, ડુંગરી બેઠકોની ચૂંટણીઓનું મતદાન તા.૧૬.૦૨.૨૦૨૫ના રોજ યોજાશે અને મતગણતરી તા.૧૮.૦૨.૨૦૨૫ના રોજ થશે.
આદર્શ આચારસંહિતા પાલન કરવાની સૂચના આપવામાં આવી હોય આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલી દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.
મતદાનના દિવસે મતદાન મથકના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિએ મોબાઇલ સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ જેવા સાધનો સાથે લઇ જઇ શકશે નહિ કે સાથે રાખી શકશે નહિ.
(૦૧) મતગણતરી સ્થળ અને તેની આજુબાજુમાં ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે સવારના ૬ વાગ્યાથી મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ રાજ્યમાર્ગો પર, શેરીઓમાં, ગલીઓમાં એકઠાં થવું નહીં, સભાઓ ભરવી નહીં.
(૦૨) કોઈપણ વ્યક્તિ સક્ષમ સત્તાધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલા ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઇ શકશે નહીં.
(૦૩) ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને મતદાર વિભાગ માટે મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાય અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.
ઉપર ક્રમ નં. ૧ થી મૂકવામાં આવેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અને પરવાનગી આપવામાં આવેલા કર્મચારી,અધિકારી, હરીફ ઉમેદવારો તથા મતગણતરી એજન્ટોને મતગણતરી સ્થળ પૂરતો લાગુ પડશે નહિ.
આ હુકમ અમરેલી જિલ્લામાં આવેલ તમામ મતગણતરી કેન્દ્ર તથા તેની આજુબાજુના ૧૦૦ મીટરમાં આવેલ વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૮.૦૨.૨૦૨૫ના રોજ મતગણતરીના દિવસ માટે મતગણતરી કાર્ય પૂર્ણ થતાં સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે શિક્ષાને પાત્ર રહેશે.
Recent Comments