દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે

ગાંધીનગર જીલ્લા માટે વર્ષ-૨૦૨૪ ના નીશે દર્શાવેલા કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જે પૈકી, નોકરી કરતા દિવ્યાંગ વ્યક્તિ ( શારીરિક ક્ષતિ ધરાવતા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ ),સ્વરોજ્ગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ , દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા
દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફિસર્સ વગેરે કેટેગરીઓની અરજીઓનો નમુનો જીલ્લા રોજ્ગાર કચેરી,ગાંધીનગર ખાતેથી તેમજ ખાતાની વેબસાઈટ ુુુ.ંટ્ઠઙ્મૈદ્બિર્દ્ઘખ્તટ્ઠિ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પરથી મળી શકશે.
રસ ધરાવતા વ્યક્તિઓ/ કંપનીઓ કે જેમની ક્ષતિ ૪૦% કે તેથી વધુ હોય તે લોકોએ જ સાધનિક દસ્તાવેજાેના બિડાણો જેવા કે અરજીપત્રક સાથે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું અરજ્દારનું મેડીકલ સર્ટીફીકેટ, શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો, ખોડ દર્શાવતો પોસ્ટ કાર્ડ સાઈજનો ફોટો, પોલીસ વેરીફિકેશન, જીવન ઝરમરની ટૂંકમાં વિગતો સહિત આખો સેટ તૈયાર કરીને બે નકલમાં ગાંધીનગર જીલ્લાના વ્યક્તિઓએ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પહેલો માળ, ‘સી’ વિંગ, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે મોડામાં મોડા તારીખ ઃ ૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં રૂબરુ જરુરી બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધુરી વિગત વાળીનિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી.
Recent Comments