પાલીતાણા: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલતા યોગ કેન્દ્રમાં મોનિકા સોમપુરાની નિઃશુલ્ક સેવા

યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા આપવામાં આવેલી એક અમૂલ્ય ભેટ છે. તે મન ,શરીર અને આત્માનું જોડાણ કરનારી પ્રક્રિયા છે. આપણે જીવન જીવવાની શૈલીમાં ફેરફાર કરી નવી ચેતના ઉત્પન્ન કરવા તથા શરીરને સુખમય અને નીરોગી બનાવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે. આજની વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં મનની શાંતિ અને એકાગ્રતા પ્રદાન કરવા માટે યોગાભ્યાસ નિયમિતપણે કરવો આવશ્યક છે. તે હેતુથી પાલીતાણા તાલુકામાં આ પ્રકારના યોગ માટેનો સરકાર માન્ય વર્ગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી મોનિકાબેન ઉપેન્દ્રભાઈ સોમપુરા (સર્વોદય સોસાયટી) રાજવાડી ખાતે નિયમિતપણે બે ટાઈમ નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. તો મોટાભાગના લોકો આ યોગ વર્ગનો લાભ લઈ શકે અને પોતાના શરીર અને મનની સુખ શાંતિ પ્રાપ્ત કરી યોગ પ્રત્યેની જાગૃતિ કેળવે એ હેતુથી બેનના આ સરાહનીય કાર્યને બિરદાવવામાં આવેલ છે..
Recent Comments