સાવરકુંડલા માર્કેટયાર્ડમાં નવા ઘઉં ની આવક શરૂ થઈ ખેડૂતો અને વેપારીઓએ મોં મીંઢું કર્યું.

સીઝન ના પહેલી હરરાજીમાં મુહુર્તના રૂપિયા 902 પ્રતિમણ ના ભાવ બોલાયા ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી.સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ ભગવાનજી કાનજીભાઈ પટેલ માર્કેટયાર્ડ સાવરકુંડલામાં ચાલુ વર્ષની સીઝનમાં નવા ઘઉંની આવક શરૂ થઈ જવા પામી હતી નવા ઘઉં ની આવક્ થતા ખેડૂતો અને વેપારીઓએ મોં મીંઢું કર્યું હતું સીઝન ના પહેલી હરરાજીમાં મુહુર્તના રૂપિયા 902 પ્રતિમણ ના ભાવ બોલાયા ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી આતકે ખેડુતો તથા વેપારીઓને માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દિપકભાઇ માલાણી તથા સ્ટાફગણ દ્વારા મોં મીઠું કરાવ્યું હતું.સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ઘઉંની આવક ગાઘકડા ગામના ખેડુત ભરતભાઇ બાલુભાઇ સાવલીયા ની વાડી એથી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના મે.વૃજલાલ પોપટલાલ એન્ડ કું. ના કમીશનમાં વેચવા માટે આવેલ હતા સિઝનના નવા ઘઉંની આવકના શ્રીગણેશ થયેલ હોય જેનું ચેરમેન દિપકભાઇ માલાણીના વરદ હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વધેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મો મીઠુ કરાવીને હરરાજી ની શુભ શરૂઆત કરવામાં આવી હતી અને ઘઉં ખરીદનાર વેપારીઓ તેમજ યાર્ડના સ્ટાફગણ અને ડીરેકટરો ની ઉપસ્થિતીમાં ખરીદનાર વેપારીઓમાં મુહુર્તના ઘઉં ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારી પેઢી શાંતિલાલ સોમજીભાઇ અંબાણી દ્વારા રૂપિયા 902 ની ઉંચી બોલી બોલીને ઘઉંની ખરીદ કરેલ જેથી મુહુર્ત ના સારા ભાવ બોલાતા ખેડુતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.
Recent Comments