અમરેલી

સાવરકુંડલા ગર્લ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીનિઓ જીલ્લાકક્ષાએ ખો ખો ની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ઝોન કક્ષાએ અમરેલી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે.

સાવરકુંડલા ગર્લ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીનિઓ જીલ્લાકક્ષાએ ખો ખો ની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ઝોન કક્ષાએ અમરેલી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે ખેલ મહાકુંભ 3 સ્પર્ધામાં સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ ખો ખો સ્પર્ધા અંડર 17 વર્ષમાં અમરેલી જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભ 3માં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી હતી જેમાં શાળા ની વિધાર્થીની બહેનો લાડુમોર જલ્પાબેન દેવકુભાઈ, ભુકણ રવિનાબેન મધુભાઈ અને ગેલાણી રીયાબેન લાલજીભાઈ ત્રણેય વિદ્યાર્થીનીઓ હવે પછી ઝોન કક્ષાએ ભાગ લેવા જશે અને અમરેલી જીલ્લાનું ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે આ બહેનોનું નેતૃત્વ શાળા ના પી.ટી. શિક્ષક દેવીબેન રાઠોડે કર્યુ હતું જિલ્લામાં વિજેતા બહેનો ને પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા, શાળાના સુપર વાઈઝર નિતાબેન ત્રિવેદી તેમજ નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે અભિનંદન અને શુભકામના ઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts