રાજુલા નગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપના વિવિધ ચુંટણી કાર્યાલયોની મુલાકાત લેતા સાંસદ ભરત સુતરીયા

રાજુલામાં નવા વિકાસ યૂગની શરૂઆત કરવા માટે ભાજપ પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે ચૂંટણી મેદાનમાં છે. આગામી નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનમાં વધુ ઉર્જા ઉમેરવા, અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ રાજુલાના વિવિધ વોર્ડમાં ભાજપના કાર્યાલયોની મુલાકાત કરી.ભાજપનું મિશન – વિકાસ અને સેવાનું છે
ત્યારે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ ભાજપ કાર્યકરો, આગેવાનો અને નગરજનો સાથે મુલાકાત કરી અને પાર્ટીના વિઝન, વિકાસલક્ષી યોજના અને જનકલ્યાણ માટેની પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરી હતીકાર્યકર્તાઓમાં ઊર્જા અને જુસ્સો વધે તે માટે સાંસદ ભરત સુતરીયાએ ચુંટણી કાર્યાલય મુલાકાત લઈ ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં જુસ્સો વધાર્યો હતો અને દરેક કાર્યકરે સંકલ્પ કર્યો કે નાગરિકોના આશીર્વાદથી ભાજપ એક વધુ ઐતિહાસિક વિજય નોંધાવશે.જંગી બહુમતી મળે તે માટે સાંસદ સુતરીયાએ ભાજપના તમામ ઉમેદવારો સાથે બેઠક યોજી અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા કાર્યકરોને પ્રેરણા આપી.આ અવસરે ભાજપના અગ્રણીઓ, આગેવાનો, ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments