અમરેલી

સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાઃ ભાગ લેવાતા.૨૦ ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવવું

અમરેલી તા.૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ (શુક્રવાર) પૂર્વ મંત્રીશ્રી અને રાજકોટ સાંસદ શ્રી પરશોત્તભાઈ રૂપાલા અને મદદ ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લામાં સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.  આગામી તા. ૨૫મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૯.૦૦ કલાકથી અમરેલી પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય ખાતે આ સ્પર્ધા યોજાશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નોંધણી કરાવવાની અંતિમ તા.૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ છે. આ વર્ષે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ત્રણ વય જૂથ, ૧ થી ૧૪ વર્ષ, ૧૫ વર્ષથી ૨૯ વર્ષ સુધીના અને ૩૦ વર્ષના ઉપરના આ ત્રણ વયજૂથમાં ૧૯ કૃતિઓની સ્પર્ધા યોજાશે.આ સપર્ધામાં સુગમ સંગીત, દુહા-છંદ-ચોપાઈ, કથક, વાંસળી વાદન, ધોળ, ગરબા, રાસ, હાલરડા, હાર્મોનિયમ (હળવુ), લોકવાર્તા, શરણાઈ, ઢોલ (લોકવાદ્ય), પ્રભાતિયા, મરશિયા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે વયજૂથની કટ ઓફ ડે ૩૧-૧૨-૨૨૪ ધ્યાને લેવાની રહેશે. સ્પર્ધાના નિતિનિયમો ગત વર્ષની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા મુજબ રહેશે.  

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મદદ કાર્યાલય, સિવિલ હૉસ્પિટલની સામે, અમરેલી ખાતે ફોર્મ જરુરી આધારો સાતે રુબરુ કે ટપાલ કે કુરિયર દ્વારા મોકલવાના રહેશે. આ ફોર્મ અને અન્ય બાબતોને લગતી વધુ વિગતો માટે કાર્યાલયના સંપર્ક નંબર ૦૨૭૯૨-૨૨૪૯૫૯ અથવા મો. ૯૯૧૩૨ ૯૮૧૦૮ (ચિરાગભાઈ) નો સંપર્ક કરવો, તેમ અમરેલી મદદ કાર્યાલય દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts