વાહનો માં ગેરકાયદેસર સાયરન તથા વિવિધ ચિન્હો લગાડવા મુદ્દે દંડાત્મક કાર્યવાહી કરવા પૂર્વ સાંસદ ઠુંમરે રાજ્ય ના સચિવ ને પત્ર પાઠવ્યો

અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે સચિવ શ્રી વાહન વ્યવહાર વિભાગ ને ગેરકાયદેસર રીતે ગાડીમાં સાયરન તથા વિવિધ ચિન્હો લગાવવા બાબતે દંડ વસુલવા રજુઆત કરી તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ.ના VC ને સાયરનવાળી ગાડીનો ચસ્કો લાગતા તેમની આ હરકત પ્રત્યે વ્યાપક રોષ ઉદભવ્યો છે પરંતુ સત્તાધારી શાસકપક્ષેથી આવી હરકતો અવાર-નવાર થતી હોય પોલીસ અને R.T.O. વિભાગ પણ મુક પ્રેસક બની આવી ગેરકાયદેસર પ્રવૃતિ પ્રોત્સાહિત કરી રહી છે. જુદા-જુદા પક્ષના રાજકીય પદાધિકારીઓની નેમ પ્લેટ લગાવી ગુનાહિત પ્રવૃતિ ચાલતી હોય તેવા સમાચાર પ્રેસમીડીયા મારફત પ્રસિધ્ધ થતા હોય છે તે પણ તપાસનો વિષય હોય તે અંગે વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરાયેલ હોય તો તેની સ્પષ્ટતા કરવી અથવા ગેરકાયદેસર હોય તો વિભાગ શું કરવા માંગે છે? તેની પણ સ્પષ્ટતા થવી જરૂરી છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોટાભાગનાં વાહનોમાં વિવિધ ચિન્હો હોદ્દાઓ પ્રત્યેની પ્લેટો લગાવી એક પ્રકારનો સત્તપક્ષેથી સમર્થનનો સંદેશો પહોંચાડવાનો સીધો અર્થ થઈ રહ્યો છે પરિણામે ઘણી વખત ટ્રાફિકના પ્રશ્નો અસહ્ય રીતે ઉદભવી હિંસક રીતે પણ થઈ રહી હોય ત્યારે R.T.O. અને પોલીસ વિભાગ આવા નેમ પ્લેટ ધારકો અને ચિન્હો ધરાવતી વાહનોમાં માલિકો પ્રત્યે કુણી લાગણી ધરાવી આમ પ્રજાને મૌન થવા દબાણ પુર્વક મજબુર કરી રહી છે. આ સંદર્ભે R.T.O. વિભાગ દ્વારા આવા વિવિધ ચિન્હો કે નેમ પ્લેટ વિશે કોઇ પરીપત્ર બહાર પાડેલ હોય તો જાહેર કરે અને આવા પરીપત્રો જો ન હોય તો લોકોને પડતી કાયમી હાલાકીઓમાંથી R.T.O. વિભાગ શું કરવા માંગે છે? તેની પણ સ્પષ્ટતા થવી જરૂરી હોય જેથી આ પત્રથી આપનું ધ્યાન દોરી રહ્યો છું. સમગ્ર ગુજરાતમાં આવી પ્રવૃતિઓ ગેરકાયદેસર હોય તો તત્કાલ વિભાગ દ્વારા પગલા ભરવા મારી માંગ છે. આ સાથે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.ના VC ને સાયરનવાળી ગાડી લગાવ્યા અંગેના સમાચાર પ્રસિધ્ધ થયેલ છે પ્રેસ કટીંગ સામેલ રાખી મોકલી રહ્યો છું. તો આ બાબતે તુર્તજ યોગ્ય થવા રજુઆત છે.
Recent Comments