અમરેલી

મૂળ સાવરકુંડલાના અને હાલ મુંબઈ રહેતા પરિવારો દ્વારા મુલુંડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

સતત બીજા વર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 પુરુષો અને 4 મહિલા ઓની ટિમોએ ભાગ લીધો.મૂળ સાવરકુંડલાના અને હાલ મુંબઈ રહેતા જૈન પરિવારો દ્વારા મુલુંડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં સતત બીજા વર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 પુરુષો અને 4 મહિલા ઓની ટિમોએ ભાગ લીઈ ને ક્રિકેટ મેચ રમ્યા હતા.દ્વિતીય વર્ષે મુલુંડમાં વસતા સાવરકુંડલા વાળા પરિવારો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખુબજ સફળતાપૂ ર્વક પાર પડ્યું હતું સાવરકુંડલા વાસી ધર્મ, શાંતિ પરિવાર દ્વારા મુલુંડમાં વસતા પરિવારજનો તથા તેમના દીકરી જમાઇ ઓને સાથે લઇને  કાલીદાસ એથેલોન ટર્ફ ખાતે સવારે સાત વાગ્યા થી રાતના બાર કલાક સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાઈઓનની 8 અને  બહેનોની 4 ટિમો એ ભાગ લીધો હતો કુલમળીને 136 લોકોએ ભાગ લીધો હતો.આ  ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરી નવકાર મંત્ર ગણીને ટુર્નામેન્ટની શરુઆત કરવામાં આવી હતી મુલુન્ડ ઉપરાંત મુંબઇના બીજા પરાઓ માંથી પણ ગામના શ્રેષ્ઠીજનો પધાર્યા હતા સવારનો નાસ્તો તેમજ બપોર અને સાંજના જમણવારની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી ઉદારદિલ દાતાઓના સહાયથી ટુર્નામેન્ટ નું બીજા વર્ષે પણ સફળ આયોજન થયું હતું આ પ્રસંગે નવીનચંદ્ર છોટાલાલ શેઠ, અનીલભાઈ દોશી, પંકજભાઈ દોશી વિમલયાત્રા, પ્રમોદભાઈ સંઘવી, હરેશભાઇ જવેલર્સ, જગદીશભાઈ દોશી, અરવિંદભાઈ સલોત, નીતીનભાઈ સંઘવી, દીનેશભાઈ પ્યારે, અને સાવરકુંડલાથી પત્રકાર પ્રદીપભાઈ દોશી છાપાવાળા, કીશોરભાઈ મહેતા તથા શેઠ ધર્મદાસ શાંતિદાસની પેઢી ઉપસ્થિત રહી ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળી હતી  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધર્મેન્દ્ર મહેતા, મનીષ મહેતા, શૈલેષ દોશી, સંદીપ દોશી, ધર્મેન્દ્ર દોશી, અજય સંઘવી, વિક્રમ દોશી, શૈલેષ સંઘવી, જીગ્રેશ દોશી, વિશ્વાસ મહેતા, જીનાંગ મહેતા, હર્ષ દોશી, ચિંતન દોશી, મેઘ સંઘવી તથા સ્મિત દોશી વગેરે કમીટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts