અમરેલી

ખેડૂતોને પાક રક્ષણ હેતુ તાર ફેન્સીંગ યોજના : ખેડૂતો એતા.૧૮ ફેબ્રુઆરી સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

અમરેલી તા.૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ (શનિવાર) રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ તાર ફેન્સીંગ બનાવવાની સહાય યોજના અન્વયે વર્ષ ૨૦૨૪-૨૫ માટે નાણાકીય સહાય મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ પર ખેડૂતોએ તા.૧૮ ફેબ્રુઆરી,૨૦૨૫ સુધીમાં અરજી કરવી.વ્યક્તિગત ખેડૂત અથવા ખેડૂત જૂથ લીડર દ્વારા અરજી કરવામાં આવે તેની પ્રિન્ટ મેળવી લેવી. આ અરજી કર્યાના દિન-૧૦ પછી ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે જરુરી સાધનિક પુરાવા સાથે ખેડૂતો, ખેડૂત જૂથોએ, અરજદારોએ પોતાની અરજી સાથેના સાધનિક પુરાવા તાલુકાકક્ષાએ ખેતીવાડી શાખામાં વિસ્તરણ અધિકારી (ખેતી), સંબંધિત ગ્રામ સેવકને ચોકસાઈ સાથે ખરાઈ કરીને રજૂ કરવા.

ઓનલાઈન અરજીની પ્રિન્ટ લઈ સહીવાળી નકલ થતાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, બેન્ક પાસબુક નકલ/રદ કરવામાં આવેલો ચેક, આધારકાર્ડની નકલ, કબૂલાતનામું અને સ્વઘોષણાપત્ર, ડિમાર્કશન વાળા નકશા સહિતના કાગળો જોડવા.નિયત સમયમર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. નિયત સમયમર્યાદામાં મળેલી અરજીઓમાં પ્રાથમિકતા યાદી મુજબ કાર્યવાહી થશે. આ અંગે વધુ વિગતો માટે જિલ્લા ખેતીવાડી શાખા, અમરેલી જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પંચાયત (બસ સ્ટેશન રોડ) રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧નો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts