સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને અશોકભાઈ શેઠ દ્વારા. ૧૪ લાખ નુંઆંખની સોનોગ્રાફી બી-સ્કાન મશીન અર્પણ

ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં આંખ વિભાગમાં વડોદરાનાં વતની અને અમેરીકા સ્થિત પુષ્પા એન્ડ હસમુખ શાહ ફાઉન્ડેશન મારફત હસ્તે અશોકભાઈ શેઠ – વડોદરા દ્વારા પ્રાપ્ત થયેલ અનુદાન રૂા.૧૪,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચૌદ લાખ પુરાની ૨કમ થી આંખની સોનોગ્રાફી માટે વસાવેલ બી-સ્કાન મશીન તા.૧૨.૦૨.૨૦૨૫ ને બુધવારથી હોસ્પિટલનાં મેડીકલ સુપ્રિ. ડો. નટુભાઈ રાજપરા સાહેબ, ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા, મંત્રી-૨સીકભાઈ ભીંગરાડિયા, ખજાનચી-પરેશભાઈ ડોડીયા, આંખ વિભાગનાં વડા ડો. જયેશ પટેલ સાહેબ તથા આંખનાં ડો. કોમલમેડમ ની ઉપસ્થિતમાં કાર્યશીલ કરવામાં આવેલ છે.હાલ આપણી હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલ જેમ આંખ નિદાનનાં તમામ સાધનો ઉપલબ્ધ થઇ ગયા છે.
Recent Comments