બાંગ્લાદેશમાં ચાલી રહેલી પરિસ્થિતિઓમાં અમેરિકાની કોઈજ ભૂમિકા નથી; સાથેજ આ દેશ અંગે ર્નિણય પણ પીએમ મોદી પર છોડું છુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાંગ્લાદેશના મુદ્દે ચર્ચા થઇ છે. સમાચાર છે કે, ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલી પરિસ્થિતિઓમાં અમેરિકાની ભુમિકાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સાથે જ દેશ અંગે ર્નિણય પણ પીએમ મોદી પર છોડ્યો છે. સાથે જ ભારતીય પીએમએ રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીના નિર્દેશક તુલસી ગબાર્ડ સાથે પણ બાંગ્લાદેશની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી
વોશિંગ્ટનમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક આયોજીત થઇ. આ દરમિયાન બંન્ને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અને સંબંધો અંગે ચર્ચા કરી હતી. સાથે જ ટ્રમ્પે કહ્યું કે, હું બાંગ્લાદેશના મુદ્દો પીએમ મોદી પર છોડુ છું.
જાે કે, ગત્ત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન બાદ સમગ્ર દેશમાં હિંસક પ્રદર્શનો ફાટી નિકળ્યા હતા. ત્યાર બાદ શેખ હસીનાની સરકાર પડી ગઇ હતી. હસીનાને પોતાને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. ત્યાર બાદ નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત છે કે એક તરફ જ્યાં યૂનુસને અમેરિકી નેતા હિલેરી ક્લિન્ટનના નજીકના માનવામાં આવે છે. તો ટ્રમ્પ અને તેઓ એક બીજાને ખાસ પસંદ કરતા નથી. યૂનુસે પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ બન્યા ત્યારે તેમની ટીકા પણ કરી હતી.
Recent Comments