સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવમાં રક્તદાન કેમ્પમાં 500 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવશે.

સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે શિવરાત્રી ના પવિત્ર દિવસે મહાશિવરાત્રિ મહોત્સવમાં મહારક્તદાન કેમ્પમાં 500 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવશે નિઃશુલ્ક માનવ સેવા હોસ્પિટલ ટીંબીના લાભાર્થે 500 કરતા વધુ યુવા રક્તદાતા ભાઈઓ બહેનોએ બ્લડ ડોનેટ માટે નોંધણી કરાવીછે સમગ્ર વિશ્વભરમાં જેમની સેવાની સુવાસ પ્રસરી રહીછે એવી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના પ્રણેતા માનવસેવાના પ્રખર હિમાયતી જીવસેવા એજ શિવસેવા ના સૂત્રને સ્વજીવનમાં ચરિતાર્થ કરીને દર્દીનારાયણો માટે સર્વરોગ નિદાન કેમ્પો, રક્તદાન કેમ્પોનું આયોજન કરીને નિઃસ્વાર્થ સેવાની જ્યોત પ્રજ્વલ્લિત કરનાર બ્રહ્મલિન સદ્દગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના આર્શીવાદ થી આગમી તારીખ 26/02 ને બુધવારે મહાશિવરાત્રી ના પવિત્ર દિવસે મહાશિવરાત્રિ મહોત્સમાં મહારક્તદાન શિબિર યોજાશે.
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના લાભાર્થે દર્દીનારાયણ ની સાચી આરોગ્ય પૂજા માટે રક્ત એકત્રિકરણ કરવામાં આવશે તારીખ 26/02ને બુધવારે સવારે 8થી બપોરે 3 કલાક સુધી પૂજ્ય સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ પ્રાગજીભાઈ કથિરિયાની વાડીમાં કલ્યાણ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મહુવા રોડ સાવરકુંડલા ખાતે યોજાશે જેમાં સમગ્ર ગુજરાત ઉપરાંત આસપાસ ના રાજ્યો માંથી સ્વામી નિર્દોષાનંદજી સેવકો અને આશ્રમ પ્રેમીઓ શિવભક્તો હજારો ની સંખ્યામાં ઉપસ્થિત રહેશે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના લાભાર્થે મહા રક્તદાન શિબિરમાં રક્તદાન કરવા માટે નીચે નંબર નામ નોંધાવી શકાશે 99092 41242, 94283 40096, 94274 12748 તેમ આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments