ભાવનગર

શ્રી મોરારિબાપુ નારાયણ સરોવરમાં રામકથા ‘માનસ કોટેશ્વર’ 

તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે. શ્રી મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથીરાષ્ટ્રનાં પશ્ચિમ છેડે કચ્છમાં તીર્થસ્થાન નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાનમાં શ્રી મોરારિબાપુએ ઈશ્વર અને જીવ વચ્ચે ભેદ તેમજ બંને વચ્ચેની આધ્યાત્મિક વ્યાખ્યા સમજાવી. શૈવ મત મુજબ શિવ અને જીવ એક એટલે અદ્વૈત અને  વૈષ્ણવ મત મુજબ ઈશ્વર અને જીવ બંને જુદા પરંતુ પરસ્પર રહેલ સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું. 

ભાવ જગત અને જ્ઞાન જગત સાથે સનાતન મહિમા રૂપ સંદેશો આપતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી, આપણને જગાડે છે. ગમે તે સ્થિતિમાં સ્થિરતા આપે છે. શ્રી મોરારિબાપુએ કહ્યું કે, જગતને આજે જરૂર છે તે શાસ્ત્ર છે, રામચરિત માનસ, ભવિષ્યમાં કદાચ અન્ય પણ ઉપયોગી થઈ શકે તેમ પણ ઉમેર્યું. મનોરથી શ્રી પ્રવિણભાઈ તન્ના પરિવાર દ્વારા થયેલ આયોજનથી સ્થાનિક તેમજ સુરસુદૂરથી આવેલાં ભાવિકો રામકથા ‘માનસ કોટેશ્વર’ શ્રવણ લાભ લઈ રહ્યાં છે.

Follow Me:

Related Posts