NCD અંતર્ગત સ્પેશિયલ સ્ક્રિનિંગ ડ્રાઇવ: જિલ્લાના તમામ આયુષ્માન મંદિરપર બ્લડ પ્રેશર, સુગર અને કેન્સરનું નિઃશુલ્ક નિદાન સારવાર કરવામાં આવશે

ભારત સરકારના આરોગ્ય કાર્યક્રમ નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનિકેબલ ડીસીઝ (NP-NCD) હેઠળ રાજ્યની ૩૦ વર્ષ કે તેથી વધુ વયની વસ્તીનું “NCD અંતર્ગત સ્પેશિયલ સ્ક્રિનિંગ ડ્રાઇવ” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કડીના ભાગરુપે સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫થી તા.૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી બ્લડ પ્રેશર, ડાયાબિટિસ અને ત્રણ પ્રકારના કેન્સર (ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ)નું સ્ક્રિનિંગ-નિદાન-સારવાર અને ફોલોઅપ કરવામાં આવશે.
૩૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોએ ઓછામાં ઓછું બેવાર બ્લડ પ્રેશર, ડાયાબિટિસની તપાસ કરાવવી આવશ્યક છે. અમરેલી જિલ્લાના તમામ આરોગ્ય આયુષ્યમાન મંદિર પર યોજનારા ખાસ કેમ્પમાં જિલ્લાના નાગરિકોએ આ તપાસ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકોને વિનામૂલ્યે યોજનાર તપાસ-સારવાર-ફોલોઅપ સેવાનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments