ગુજરાત

ગરીબ અને મધ્યમવર્ગને રૂ. ૫૦૦ માં ગેસનો બોટલ આપો: – અમિત ચાવડા


વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટીના સાથી ધારાસભ્યશ્રીઓ સાથે આજે વિધાનસભા પરિસરમાં રાજ્ય સરકારના બજેટ અગાઉ પ્રજાલક્ષી માંગના સુત્રો સાથે વિધાનસભામાં માંગણીઓ કરવામાં આવી.વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતચાવડાએ જણાવ્યું કે બજેટ વિધાનસભા રજુ થવા જઈ રહ્યું છે, રાજ્યના નાણામંત્રીશ્રી આજનું બજેટ રજુ કરે એ પહેલા ગુજરાતની જનતાની જે આશા અને અપેક્ષા છે અને માંગણીઓ છે એને રજુ કરી રહ્યા છીએ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી કે હરિયાણા જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની રેવડીઓ માટેની જાહેરાતો કરે અને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે.

શ્રી અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીના શાસન સામે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે ગુજરાતમાં ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન છે. ગુજરાતની મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો કેમ નથી આપવામાં આવતો? મોંઘવારીનો માર સહન કરતી મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો મળે, ગુજરાતના યુવાનો રોજગાર ઝાંખી રહ્યા છે, કોન્ટ્રાકટ, આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઇ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાકટ, આઉટસોર્સિંગ પ્રથા નાબુદ કરવામાં આવે, સમાન કામ, સમાન વેતનથી કર્મચારીઓને સન્માન સાથેની નોકરીઓ આપવામાં આવે, ખાલી જગ્યાઓ ઉપર તાત્કાલિક ભરતી કરવામાં આવે, જે કર્મચારીઓને ઓ.પી.એસ.નો લાભ નથી મળ્યો એમને ઓ.પી.એસ.નો લાભ આપવામાં આવે. લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની બહેનોને પણ માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે, આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, ગુજરાતમાં ખેડૂતોને પાણી નથી મળતું, નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે.

શ્રી અમિત ચાવડાએ માંગ કરી કે ખાસ કરીને ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા ગરીબ પરિવારોને પાકા મકાનો આપવામાં આવે, વૃદ્ધ, વિકલાંગ અને વિધવા બહેનોને માસિક રૂપિયા ૬૦૦૦ નું પેન્શન આપવામાં આવે, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી સમાજને એની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવે અને ગુજરાતના વિવિધ વર્ગ-વિસ્તારના લોકોની જે માંગણીઓ છે એને આજે રજુ કરી રહ્યા છીએ અને વિધાનસભામાં ગુજરાતના સામાન્ય, ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે બજેટ ફળવાય નહી કે ઉદ્યોગપતિઓ-માલેતુજારો માટે એવી માંગણી કરીએ છીએ.

Follow Me:

Related Posts