નર્મદાના ભાગીદાર રાજ્યો પાસેથી ૭,૭૩૦ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં ડબલ એન્જીન સરકાર નિષ્ફળ – મૃદુ મુખ્યમંત્રી વસુલાત માટે મક્કમ કેમ નથી બનતા? પ્રધાનમંત્રી લાલ આંખ કેમ નથી બતાવતા? – અમિત ચાવડા

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ આજે નર્મદા યોજના અને તેના ગુજરાત સરકારની અન્ય રાજ્યો પાસેથી કરવાની નાણાંકીય વસૂલાત અંગે નિવેદન આપ્યું હતું.શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી સમાન છે. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માટે ભાષણો પણ કરતાં હતા, રજૂઆત પણ કરતાં હતા અને ઉપવાસ પર પણ બેસતાં હતા. આજે તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે, ગુજરાતીઓના આશીર્વાદથી બન્યા અને તેમ છતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે સહેજ પણ ચિંતા કરતાં નથી. એને રાષ્ટ્રીય યોજના તો જાહેર કરતાં નથી પણ જે આપણાં પડોશી રાજ્યો છે, જે નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો છે, પુન:વસન અને અન્ય જે ખર્ચ થાય છે એમની પાસેથી જે હિસ્સો લેવાનો છે અને પહેલા એમ કહેતા હતા કે પાડોશમાં કોંગ્રેસની સરકારો છે એટલે હિસ્સો સમયસર નથી આપતા સહકાર નથી આપતા કેન્દ્રની સરકાર એમાં મદદ નથી કરતાં, પરંતુ હવે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભાગીદાર રાજ્યો છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ પણ ભારતીય જનતા પાર્ટી છે તેમ છતાં પણ એમનો જે નિયમ મુજબનો હિસ્સો આપવાનો છે, જે એમના પાસેથી લેવાની રકમ છે, એ નહિવત પ્રમાણમાં મળી રહી છે.
ગઈકાલે વિધાનસભા પ્રશ્નોતરીમાં જે આંકડા આવ્યા છે કે જે પડોશી રાજ્યો પાસેથી, ભાગીદાર રાજ્યો પાસેથી છેલ્લા બે વર્ષમાં કેટલી રકમ લેવાની થાય તો આજની તારીખે ૩૧-૧૧-૨૦૨૪ની સ્થિતિએ ૭,૭૩૦ કરોડ રૂપિયા આપણે પાડોશી રાજ્યો પાસેથી લેવાના નીકળે છે. એની સામે છેલ્લા બે વર્ષમાં વસૂલાત કેટલી આવી, તો વસૂલાત તારીખ ૩૧-૧૨-૨૦૨૪ ની સ્થિતિ એ ૭,૭૩૦ કરોડ રૂપિયા આપણે ભાગીદાર રાજ્ય પાસેથી લેવાના થાય એની સામે છેલ્લા બે વર્ષમાં વસુલાત કેટલી આવી? તો વસૂલાત બે વર્ષમાં ફક્ત અને ફક્ત ૫૨ કરોડ રૂપિયા અને બીજા વર્ષે ૫૨ કરોડ, તો આખો સરવાળો જોઈએ તો પ્રતિ વર્ષ એક ટકા કરતાં પણ ઓછી વસુલાત થઈ, છેલ્લા બે વર્ષના આંકડા જોઈએ તો મધ્યપ્રદેશ પાસેથી છેલ્લા બે વર્ષ આંક આંકડો ઝીરો છે બાજુનું રાજ્ય વસુલાત પેટે પડોશના રાજ્યો ભાગીદાર રાજ્યો છે એમની પણ વસૂલાત કરવામાં આ સરકાર નિષ્ફળ નીવડી છે. એક બાજુ નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના પણ જાહેર કરવામાં આવતી નથી. અમારી પ્રધાનમંત્રીને રજૂઆત છે કે લાલ આંખ બતાવો , મૃદુ મુખ્ય મંત્રી છે એમને પણ કહેવા માંગીએ છીએ કે ખાલી મૃદુ બનીને ન રહો, આ વસૂલાત માટે મક્કમ બનો, એવું ગુજરાતના લોકો આજે માંગ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતીઓ પાસેથી કડકાઇથી ટેક્સ વસૂલ કરવામાં આવે છે પરંતુ બાજુના ભાગીદાર રાજ્યો છે એમની પાસેથી વસૂલાત કરવામાં આ સરકાર કેમ મક્કમતા દેખાડતી નથી. જેથી પ્રધાનમંત્રી લાલ આંખ બતાવે અને મુખ્ય મંત્રી મક્કમ બને.
Recent Comments