ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા તા.૨૭ ફેબ્રુઆરીએ અમરેલી ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ ભાવનગરના નિયંત્રણ હેઠળની અમરેલી સ્થિત કચેરી દ્વારા તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ને ગુરુવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ, સરદારનગર,શેરીનં. ૫ ગજેરાપરા, અમરેલી ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મિકેનિકલ ડિગ્રી ઇજનેર, મિકેનિકલ ડિપ્લોમા ઈજનેર ભાગ લઈ શકશે. ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છકુ ઉમેદવારોએ NATS/SKILL INDIA/ MSDE/MHRD પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે મિકેનિકલ ડિગ્રી ઇજનેર, મિકેનિકલ ડિપ્લોમા ઈજનેર કોર્ષ પૂર્ણ થયાના વધુમાં વધુ ૨ વર્ષ સુધીનો સમયગાળો (વર્ષ-૨૦૨૨, વર્ષ-૨૦૨૩, વર્ષ-૨૦૨૪માં પાસ થયા ઉમેદવારોએ જ અરજી કરવી) થયો હોય તેવા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.
અમરેલી જિલ્લાની પેટા વિભાગીય કચેરીમાં એપ્રેન્ટિસ તરીકેની નિમણૂક આપવા માટે આ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય આ અંગેની વધુ વિગતો GWSSB વેબસાઇટ અને WS પોર્ટલ પરથી મેળવી શકાશે, તેમ અમરેલી જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગના નાયબ કાર્યપાલક એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments