પાટણ શહેરમાં ૧૬ વર્ષની સગીરા ગૂમ થતાં માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

પાટણ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં, એક ૧૬ વર્ષની સગીરા ગૂમ થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતી સગીરા મામાના ઘરેથી કામ પર જવાનું કહીને નીકળી હતી. જાેકે, તેની માતાએ શોધખોળ કરી પણ તેની કોઈ ભાળ ન મળતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
પાટણ શહેરમાં જુવાનજાેધ દીકરી ગૂમ થતાં માતાનું કાળજું અદ્ધર થઈ ગયું છે. પાટણ શહેરના આનંદ સરોવર પાછળ આવેલી એક સોસાયટીમાં રહેતી સગીરા ગૂમ થવાની ઘટના બનવા પામી છે. સગીરાની માતા ભાડાના મકાનમાં રહે છે. તેના પહેલા પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમના પહેલા લગ્નથી તેમને બે પુત્રીઓ છે. ત્યારબાદ તેણીએ પાટણમાં રહેતા એક પુરુષ સાથે લગ્ન કર્યા. બીજા લગ્નથી તેમને બે નાના બાળકો છે. તેમના હાલના પતિ પાટણમાં એક મિનરલ વોટર કંપનીમાં નોકરી કરે છે. ચાર દિવસ પહેલા સગીરા બપોરે તેના મામાના ઘરેથી પાટણ આવી હતી. ત્યારબાદ તે કામ પર જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ, પરંતુ થોડા કલાકો પછી જ્યારે તે ઘરે પાછી ન આવી ત્યારે તેની માતાએ તેની શોધખોળ કરી. સગીરા ક્યાંય ન મળી આવતાં તેની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં અપહરણની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
Recent Comments