પ્રયાગરાજ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું રહ્યું આકર્ષણ

પ્રયાગરાજમાં સનાતનપર્વ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું આકર્ષણ રહ્યું છે. સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ ભાવિકો લેતાં રહ્યાં છે.દર બાર વર્ષે અલગ અલગ ચાર સ્થાનો પર યોજાતાં કુંભમેળા અંતર્ગત આ વર્ષે તીર્થસ્થાન પ્રયાગરાજમાં યોજાયેલાં મહાકુંભમેળામાં કરોડો ભાવિકોએ સ્નાન લાભ લીધો છે.પ્રયાગરાજમાં યોજાયેલ આ સનાતનપર્વ મહાકુંભમેળામાં શૈવ અખાડા, વૈષ્ણવ એમ વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું ભારે આકર્ષણ રહ્યું છે. આ અખાડામાં પરંપરાગત મહામંડલેશ્વર અને બીજી પદવીઓ રહેલ છે. ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન સાથે આ અખાડામાં દર્શન લાભ ભાવિકો મોટી સંખ્યામાં લેતાં રહ્યાં છે.
Recent Comments