રાષ્ટ્રીય

દિલ્હીના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી રેખા ગુપ્તા એક્શનમાં; કર્યા મોટા ફેરબદલ

ભાજપના નેતા રેખા ગુપ્તાએ દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ તરતજ એક્શન મોડમાં આવી ગયા છે. દિલ્હી મંત્રીમંડળની પહેલી બેઠક સચિવાલયમાં યોજાઈ હતી. આ અગાઉ તેમણે સાંજે ૫ વાગ્યે વાસુદેવ ઘાટની મુલાકાત લીધી અને યમુના આરતી પણ કરી હતી. આ દરમિયાન તેમના મંત્રીમંડળમાં સમાવિષ્ટ મંત્રીઓ પણ હાજર હતા. ઘાટ પર આરતી પછી બધા સચિવાલય તરફ રવાના થયા, જ્યાં નવા ચૂંટાયેલા મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાઈ હતી. દિલ્હી કેબિનેટના નવા મંત્રીઓ પણ યમુનાની મુલાકાતે આવ્યા હતા. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં યમુનાની સફાઈ સૌથી મહત્વપૂર્ણ બાબત રહી છે અને આ વખતે યમુનાનું પ્રદૂષણ પણ મોટાપાયે ચૂંટણીનો મુદ્દો બન્યો છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા પહેલા યમુના નદીના ઘાટની મુલાકાત અને યમુના આરતીમાં ભાગ લેવો એ દિલ્હીમાં યમુના સફાઈ અભિયાનના એક નવા પગલાની શરૂઆતનો સંકેત આપી રહ્યું છે.

યમુના આરતીની શરૂઆતથી ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોના લોકો અહીં આવે છે અને આરતીમાં ભાગ લે છે. સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત વિવિધ ધાર્મિક સંગઠનો અને પર્યાવરણવાદીઓએ પણ આ પહેલની પ્રશંસા કરી છે.

તેમજ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જે અધિકારીઓ અને કર્મચારીઓને અગાઉની સરકાર દરમિયાન અન્ય જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા હતા તેઓને તેમના મૂળ કેડરમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફની સેવાઓ પણ સમાપ્ત કરી દેવામાં આવી છે. જાે કે, એવી જાેગવાઈ છે કે મંત્રી પદ છોડતાની સાથે જ તેના અંગત સ્ટાફની સેવાઓ સમાપ્ત થઈ જાય છે અને નવા મંત્રી પોતાના અંગત સ્ટાફની નિમણૂંક કરે છે. જે અધિકારીઓ અને કર્મચારીઓની આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન અન્યત્ર પોસ્ટિંગ કરવામાં આવી હતી તેમને તાત્કાલિક તેમના પેરેન્ટ વિભાગમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts