રાષ્ટ્રીય

 અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયા પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં પહોચ્યા

પ્રયાગરાજ: વિશ્વભરમાં પ્રસિદ્ધ પ્રયાગરાજ કુંભ મેળો, જે ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે યોજાય છે, તેમાં આજે અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ પવિત્ર સ્નાન કરી શ્રદ્ધા અર્પણ કરી હતી. આ તકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને લાઠી બાબરા ના ધારાસભ્ય જનક તળાવીયા સહીત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા

વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો કુંભ મેળો માત્ર ધાર્મિક તહેવાર જ નહીં પણ વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો મહાસમારંભ છે. કરોડો શ્રદ્ધાળુઓ ભક્તિ અને આત્મશુદ્ધિ માટે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા ઉમટે છે.સાંસદશ્રી ભરત સુતરીયા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા અને લાઠી બાબરા ના ધારાસભ્ય જનક તળાવીયાએ આસ્થા ડૂબકી લગાવી અને રાષ્ટ્ર માટે પ્રાર્થના કરી હતી  ત્રિવેણી સંગમમાં શાસ્ત્રીય વિધિ મુજબ પવિત્ર સ્નાન કર્યું અને રાષ્ટ્રની શાંતિ, પ્રગતિ અને પ્રજાના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. તેમણે પવિત્ર સ્નાન કરી, વિવિધ સાધુ-સંતો અને અખાડાઓની મુલાકાત લીધી અને આશીર્વાદ મેળવ્યા.

સાંસદશ્રીએ જણાવ્યું કે “પ્રયાગરાજ કુંભ મેળો માત્ર એક મેળો નહીં, પણ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો મહાસંગ્રહ છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને હું પ્રભુ સમક્ષ પ્રાર્થના કરું છું કે રાષ્ટ્ર પ્રગતિ કરે, પ્રજાજનો સુખી-સમૃદ્ધ બને.”

નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ જણાવ્યું કે:
“કુંભ મેળો માત્ર ધાર્મિક તહેવાર નથી, તે ભારતીય પરંપરા અને સંસ્કૃતિની ભવ્યતા વિશ્વને દર્શાવતો એક મહોત્સવ છે. આ મેળો ભારતીય જનતાની એકતા, સંસ્કૃતિ અને અધ્યાત્મની શક્તિનો પરિચય કરાવે છે.”

લાઠી-બાબરા ના ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું કે:
“પ્રયાગરાજ કુંભ મેળો એ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતાનું અનોખું પ્રતિક છે. શ્રદ્ધા અને ભક્તિ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આ તીર્થયાત્રા દ્વારા આપણે સંસ્કૃતિના સાચા મૂલ્યો અપનાવવા માટે પ્રેરાઈએ છીએ.”

અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને લાઠી બાબરા ના ધારાસભ્ય જનક તળાવીયા સહીત ભાજપના આગેવાનોએ ત્રિવેણી સંગમમાં પૂજા, ભજન અને સાધુ-સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા.કુંભ મેળો હિંદુ સંસ્કૃતિનું વૈશ્વિક ગૌરવ છે. વિશ્વના તમામ ખૂણાઓમાંથી લોકો આ પવિત્ર તીર્થસ્થળ પર સુખ-સમૃદ્ધિ અને મોક્ષ માટે આવતા હોય છે. આમ, આ મેળો ભારતની ધર્મ-સંસ્કૃતિની વિરાસત અને ભક્તિ પરંપરાનું જીવંત પ્રતિક છે.

Follow Me:

Related Posts