રખિયાલ લૂંટનો ભેદ ઉકેલાયો; ગુનાહિત ઈતિહાસ ધરાવતા ૨ લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ ધવલ એસ્ટેટના કર્મચારી સાથે ૬ લાખની લૂંટ કરવાના મામલે શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૨ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રખિયાલમાં આઝાદ ચોક પાસે લૂંટનો બનવા બન્યો હતો. ધવલ એસ્ટેટના કર્મચારી સાથે ૬ લાખની લૂંટ થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે ક્રાઈમ બ્રાન્ચે રખિયાલ લૂંટનો ભેદ ઉકેલ્યો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા અજય ગાગડેકર અને પ્રફુલ્લ ગારંગે નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે ૫.૬૫ લાખના મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અગાઉ પણ વટવામાં યુવક તેના મિત્ર સાથે બાઇક પર ફરીઝની ડિપોઝિટના રૂપિયા લઇને ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં બાઇક પર આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ બાઇક ઉભી રખાવી બંને યુવકોને ગળા પર છરી મૂકીને મોબાઇલ અને રોકડા રૂપિયા સહિત કુલ રૂ. ૩૬ હજારની મત્તા લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ અંગે યુવકે અજાણ્યા ત્રણ શખ્સો સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
Recent Comments