ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શુભેચ્છા કાર્યક્રમ

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું.સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં લાગણીભર્યા પ્રતિભાવો પ્રસ્તુત થયાં.
શાળા પ્રબંધન સમિતિનાં અગ્રણી શ્રી વીરશંગભાઈ સોલંકી તથા શ્રી મૂકેશકુમાર પંડિતે પ્રાસંગિક વાત કરી જીવનમાં સતત સંઘર્ષ સાથે મળતી સફળતાની વાત કરી શુભકામના પાઠવી. આ વેળાએ શ્રી બાબુભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ રહી. આચાર્ય શ્રી ચિંતનભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને આગળ વધવા શુભેચ્છા પાઠવી. શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ધોરણ ૯ તથા ૧૦નાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. કાર્યક્રમ સંચાલનમાં શિક્ષિકા શ્રી અશ્વિનાબેન ડાંગર રહેલ.
Recent Comments