રાષ્ટ્રીય

પ્રયાગરાજ મહાકુંભ શિવલિંગ સ્થાપન

સનાતન પરંપરા અને આસ્થામાં મહાદેવ શંકર સર્વોચ્ચ સ્થાને રહ્યાં છે. શિવજીનાં મહાત્મ્ય અને સમુદ્ર મંથન તથા અમૃત કુંભની કથા સાથે જોડાયેલ પ્રયાગરાજમાં મહાકુંભમેળાનું શિવરાત્રી પર્વે સમાપન થઈ રહ્યું છે. સંગમ ક્ષેત્રમાં સનાતન સાધુઓ અખાડાઓમાં રહ્યાં અને ઉપાસના સત્સંગ કરતાં રહ્યાં. કોઈ દિગંબર તો કોઈ અન્ય પરિધાન સાથે. પ્રસ્તુત દશ્યમાં દિગંબર સાધુએ યજ્ઞ ધૂણી સાથે શિવલિંગ સ્થાપન કરી કુંભપર્વની ઉજવણી કરી છે, તે દશ્યમાન છે. અંગ અને ઉપાસનાનાં સાધના જગતમાં લિંગ એ મહત્વનું પ્રકરણ કે તત્વ રહેલું છે.


Follow Me:

Related Posts