નાણાકીય સાક્ષરતા બાબતે નાગરિકો જાગૃત્ત થાય તે માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ-૨૦૧૬ થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહ તરીકે વર્ષમાં એક સપ્તાહમાં ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, નાણાકીય સાક્ષરતા – મહિલા સમૃદ્ધિ થીમ પર નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી તા.૨૮ ફેબ્રુઆરી,૨૦૨૫ સુધી રહેશે.
રોજબરોજના વિવિધલક્ષી નાણાકીય વ્યવહારમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી દરમિયાન બેંક, બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ, આઉટલેટ્સ નાણાકીય સાક્ષરતા કેન્દ્રો (એફએલસી) નાણાકીય સાક્ષરતા કેન્દ્રો, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓ ખાતે પ્રિન્ટેડ પોસ્ટરના પ્રદર્શન મારફત સંકલિત જાગૃત્તિ અભિયાનનું આયોજન કરવામાં આવશે.
નાણાકીય સાક્ષરતા સપ્તાહ – મહિલા સમૃદ્ધિ થીમ પર જાગૃત્તિ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓને જોડાવા માટે અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રી દિલિપસિંહ ગોહિલે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments