ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તા.૧૭ માર્ચ, ૨૦૨૫ દરમિયાન યોજાશે. અમરેલી જિલ્લામાં ધો.૧૦ની ૧૯,૪૯૫ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૯,૫૭૨ અને વિજ્ઞાન પ્રવાહ ૧,૭૨૮ સહિત ૧૧,૩૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે.
અમરેલી જિલ્લામાં ધોરણ ૧૦ની તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તા.૧૦ માર્ચ, ૨૦૨૫ સુધી સવારે ૧૦ કલાકેથી બપોરના ૧.૧૫ કલાક દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા જિલ્લાના ૨૮ કેન્દ્રના ૭૯માં બિલ્ડિંગમાં ૧૯,૪૯૫ વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપશે.
ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહની તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તા.૧૭ માર્ચ, ૨૦૨૫ સુધી સવારે ૧૦.૩૦ કલાકથી બપોરે ૧.૪૫ કલાક દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહની ૧૫ કેન્દ્રના ૩૮ બિલ્ડિંગમાં ૯,૫૭૨ વિદ્યાર્થીઓ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે.
તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી તા.૧૦ માર્ચ, ૨૦૨૫ બપોરે ૩ કલાક થી સાંજે ૬.૩૦ કલાક દરમિયાન ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે. આ માટે ૦૫ કેન્દ્રોના ૧૧ બિલ્ડિંગમાં ૧,૭૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Recent Comments