રાષ્ટ્રીય

અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલ ૧૨ ભારતીયોને લઈને ચોથું વિમાન ભારત પહોંચ્યુ, જેમાં ૪ પંજાબ, ૩ યુપી, ૩ હરિયાણા

બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે જેમાં સૌથી મોટું હતું કે અમેરીકામા ગેરકાયદેસર રીતે રહેતા લોકો, ત્યારે ટ્રમ્પ દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત, ચોથી બેચ રવિવારે ભારત પહોંચી છે. તેમને અમેરિકાથી પનામા દેશનિકાલ કરવામાં આવ્યા. ત્યાંથી તેમને નાગરિક વિમાનમાં ભારત મોકલવામાં આવ્યા. હાલમાં તેમનો ફોટો જાહેર કરવામાં આવ્યો નથી.

આ ૧૨ લોકોમાંથી ૪ પંજાબના છે. ૩ ઉત્તર પ્રદેશના અને ૩ હરિયાણાના હોવાનું કહેવાય છે. પંજાબના ચારેય લોકોને અમૃતસર મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, ચાર બેચમાં ૩૪૪ લોકો અમેરિકાથી પરત ફર્યા છે. ૫ ફેબ્રુઆરી, ૧૫ ફેબ્રુઆરી અને ૧૬ ફેબ્રુઆરીના રોજ, અમેરિકાએ ૩૩૨ લોકોને હાથકડી અને બેડીઓ બાંધીને લશ્કરી વિમાન દ્વારા મોકલ્યા.
અમેરિકાથી પનામા લાવવામાં આવેલા લોકો પોતપોતાના દેશોમાં પાછા જવા તૈયાર નથી. ગયા અઠવાડિયે તેમના ફોટા જાહેર થયા હતા. હોટલની બારીઓમાંથી આ લોકો મદદ માટે આજીજી કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું. કેટલાક લોકો કાગળો પર ‘અમને મદદ કરો’ અને ‘અમને બચાવો’ લખીને બારીમાંથી બતાવી રહ્યા છે.

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને તેમના દેશમાં મોકલવા માટે અમેરિકા પનામાનો ઉપયોગ સ્ટોપઓવર તરીકે કરી રહ્યું છે. આ માટે પનામા ઉપરાંત ગ્વાટેમાલા અને કોસ્ટા રિકા સાથે પણ કરાર કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts