રાષ્ટ્રીય

નોકરી માટે જમીનના કેસમાં; દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, તેજ પ્રતાપ અને હેમા વિરુદ્ધ સમન્સ જારી કર્યું

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ માટે એક આંચકા સ્વરૂપ સમાચાર આવ્યા છે જેમાં, લાલુ પરિવારને મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી નોકરી માટે જમીનના કેસમાં એક મોટો ઝટકો લાગ્યો. કોર્ટે લાલુ યાદવ, તેજ પ્રતાપ અને હેમા વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યું છે અને બધાને ૧૧ માર્ચ, ૨૦૨૫ ના દિવસે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ લાલુ યાદવ અને અન્ય ૭૮ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આમાં ૩૦ સરકારી કર્મચારીઓ આરોપી છે.

આ કેસ બાબતે સીબીઆઈએ કહ્યું હતું કે, ‘અમે રેલ્વે બોર્ડના અધિકારી આરકે મહાજન વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે કોર્ટ પાસેથી પરવાનગી લીધી છે.’ તેમની વિરુદ્ધ સાક્ષીઓની યાદી પણ તૈયાર છે. કોર્ટ આ બાબતે પછીથી ર્નિણય લેશે. અગાઉ ૧૬ જાન્યુઆરીએ કોર્ટે કહ્યું હતું કે જાે ૩૦ જાન્યુઆરી સુધીમાં મહાજન વિરુદ્ધ પરવાનગી આપવામાં નહીં આવે તો સક્ષમ અધિકારીએ સ્પષ્ટતા આપવી પડશે.

૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ, ઈડ્ઢ ની દિલ્હી અને પટના ટીમના અધિકારીઓએ જમીન-બદલા-નોકરી કેસમાં લાલુ અને તેજસ્વીની ૧૦ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. ઈડ્ઢના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલુ પ્રસાદને ૫૦ થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે મોટે ભાગે હા કે નામાં જવાબ આપ્યો. પૂછપરછ દરમિયાન લાલુ ઘણી વખત મૂંઝવણમાં મુકાયા. આ ઉપરાંત, ૩૦ જાન્યુઆરીએ તેજસ્વીની લગભગ ૧૦-૧૧ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

Related Posts