સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ના મનોદિવ્યાંગ એ બરફ ના શિવલિંગ નું દર્શન પૂજન અર્ચન કરી ઉજવી મહા શિવરાત્રી

અમદાવાદ મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,અખબાર નગર સર્કલ નજીક,નવા વાડજ ખાતે સંસ્થાના ૧૫ માં સ્થાપના દિને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર મહા શિવરાત્રી નિમિત્તે બરફના શિવલિંગ ઉપર બીલીપત્ર,દુધ,જળ દ્વારા મનોદિવ્યાંગ બાળકોએ તથા ઉપસ્થિત સૌએ શ્રધ્ધા ઉત્સાહ પૂર્વક ૐ નમ: શિવાય મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરી ભગવાન શિવની પુજા અર્ચના આરતી કર્યા ,આ પ્રસંગેને ગાયત્રી પરિવાર નારણપુરાના મનોજભાઈ ત્રિવેદી,હસમુખભાઇ પટેલ અને ગાયત્રી પરિવારની બહેનોએ પૂજા કાર્યમાં હાજર રહી સાથ સહકાર સેવા પ્રદાન કરીને કાર્યક્રમ દિપાવ્યો હતો અને મનોદિવ્યાંગ બાળકો પાસે પુજા,અભિષેક,આરતી કરાવ્યો હતો જેને લઈ દિવ્યાંગ બાળકો ખુબ જ પ્રભાવિત થયા તેમાંય કાર્યક્રમ અંતર્ગત મધુર સ્વાદિષ્ટ ફરાળી ભોજન પ્રસાદ ગ્રહણ કરી વધુ આનંદિત ખુશ ખુશાલ સંતુષ્ટ થઈ ગયા હતા જયારે સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલક ચંદ્રસિંંહ ચૌહાણ તથા સ્ટાફ પરિવારે કર્યું હતું અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments