શિવરાત્રી ના પાવન દીને. લાઠી કલાપી પાર્ક ખાતે પૌરાણિક શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર કરતા ગૌતમભાઈ પરમાર

લાઠી શહેર માં કલાપી પાર્ક સોસાયટી પાછળ બિરાજતા શ્રી દુધેશ્વર મહાદેવ નો જીર્ણોદ્ધાર કરતા પરમાર પરિવારે પૂજ્ય વરિષ્ઠ સંતો ની પાવન નિશ્રા માં સંકલ્પ કર્યો જાણીતા પિટિશન રાઇટર ગૌતમભાઈ પરિવાર દ્વારા પૌરાણિક શિવાલય પુનઃ નિર્માણ નો સંકલ્પ મહા શિવરાત્રી ના પાવન પૂર્વ એ શ્રી વિજય હનુમાનજી મંદિર ના મહંત શ્રીરામચરણદાસજી લાઠી ખોડિયાર મંદિર મહંત શ્રી વિશ્વમભરદાસજી નરસિંહ ટેકરી મહંત શ્રી દામનગર વગડીયા ખોડિયાર મંદિર ના મહંત શ્રી પ્રતિમદાસજી ગઢડા BAPS સ્વામી નારાયણ મંદિર ના પૂજ્ય આધ્યતમ સ્વરૂપદાસજી સહિત સમસ્ત લાઠી શહેર ના ધર્મનુરાગી ઓની વિશાળ ઉપસ્થિતિ માં શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર નો પુનઃ જીર્ણોદ્ધાર સંકલ્પ સાકાર કરતા ગૌતમભાઈ પરમાર ના ઉમદા વિચારો ધર્મ પરાયણતા અને સદકાર્ય થી ખૂબ રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય સંતો એ અંતર થી આશિષ પાઠવ્યા હતા લાઠી શહેર મધ્યે નૂતન શિવ મંદિર સમસ્ત માનવ સમાજ ને ધર્મ નો સદેશ આપશે મન ની શાંતિ અર્પતા મંદિર નિર્માણ નું રૂડા કાર્ય થી સૌ કોઈ એ ખુશી વ્યક્ત કરી હતી સદ ભાગ્યશાળી ગૌતમભાઈ પરમાર ના વરદ હસ્તે શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિર પુનઃ નિર્માણ નું વૈદિક મંત્રોચ્ચાર અને સંતો ની પાવન નિશ્રા માં ભૂમિ પૂજન કરાયું હતું
Recent Comments