અમરેલી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી અમરેલી – ખીજડિયા રેલવે એલ. સી. નંબર 19-B પસાર થતી હોવાથી ત્યાંથી પસાર થતા માર્ગ પર આવન જવાન કરતા વાહનોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. અમરેલીના નાગરિકોની, આ રેલવે લાઇન પસાર થવાના કારણે ભારે ભીડ થવાથી સમયની પણ બરબાદી થતી હતી. જેથી અમરેલી નગરજનો અને સમગ્ર જિલ્લાના લોકોની વર્ષોથી માંગણી હતી કે આ રેલવે લાઇન પર ઓવરબ્રીજ બને. જે બાબતે અમરેલી વિસ્તારના નગરજનો, વેપારીઓ અને લોકોની લાંબા સમયની પડતર માંગણી સંદર્ભે વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આગ્રહપૂર્વક રજૂઆત કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા વિનંતી કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 100% રાજ્ય સહાય અન્વયે આ લાઇન પર ચાર માર્ગીય ઓવરબ્રીજ બનાવવા
સૈધાંતિક મંજૂરી આપી દીધી છે. આ કામ માટે રાજ્ય સરકારે કુલ રૂપિયા 95 કરોડ 1 લાખથી વધુ રકમની મંજૂરી આપી છે. જેથી આગામી દિવસોમાં આ ચાર માર્ગીય ઓવરબ્રીજનું કામ હાથ ધરાશે.
અમરેલી આનંદો : કૌશિક વેકરિયાના પ્રયત્નોથી અમરેલી શહેરમાંથી પસાર થતીરેલવે લાઇન પર રૂ.95 કરોડ 10 લાખના ખર્ચે ચાર માર્ગીય ઓવરબ્રીજ બનશે.

Recent Comments