ગુજરાત

ગુજરાત સરકાર એસસી- એસટી- ઓબીસી- માઈનોરીટી સમાજ પછાત જ રહે તેનું ષડયંત્ર કરી રહી છે: અમીત ચાવડા

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ઓબીસી, એસસી, એસટી તેમજ માઈનોરીટીના બોર્ડ- નિગમોને દર વર્ષે બજેટ ફાળવણીમાં થતા અન્યાય અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ પ્રેસ મિડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. અમે દર વર્ષે ગુજરાત સરકારને રજૂઆત કરીએ છીએ કે રાજ્યમાં ૫૨ ટકા વસ્તી ઓબીસી સમાજની છે, ૭ ટકા વસ્તી અનુસુચિત જાતિની, ૧૪ ટકા વસ્તી આદિવાસી સમાજની છે, ૯ ટકા વસ્તી લઘુમતી સમાજની છે. આ સમાજો આર્થિક- સામાજિક- ભૌગોલિક રીતે પછાત છે. ત્યારે એ સમાજોનું બજેટમાં વિશિષ્ટ ધ્યાન રાખવાનું હોય, આ સમાજોના આર્થિક ઉત્થાન થાય, તેમના દીકરા- દીકરીઓના રોજગાર માટે, સુવિધાઓ મળે તે માટે વખતોવખત બોર્ડ- નિગમો ઘડવામાં આવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ દસ જેટલા બોર્ડ૦ નિગમો કાર્યરત છે. તેમાંથી ૯ બોર્ડ નિગમો લગભગ ૮૨ ટકા વસ્તી માટે છે, દસમું બોર્ડ નિગમ બિનઅનામત આયોગ બનાવવામાં આવ્યું છે.


દર વર્ષે બજેટની ફાળવણી જોઈએ તો સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરનારી સરકાર એસી-એસટી-ઓબીસી અને માઈનોરીટી સમાજને અન્યાય કરે છે. નવ બોર્ડ- નિગમો કે જે ૮૨ ટકા વસ્તી માટે બન્યા છે તેમને આ સરકારે ૧૭૭ કરોડ રૂપિયા ૨૦૨૩માં લોન પેટે ફાળવ્યા, જેમાં સહાય ફક્ત ૧૯ કરોડ રૂપિયા, તો વણવપરાયેલી રકમ ૫૦ કરોડ એટલે કે ૨૮ ટકા રકમ વણવપરાયેલી પડી રહી. તેની સામે દસમું બોર્ડ એટલે કે બિનઅનામત આયોગ છે એને સરકારે ૨૦૨૩ માં ૬૨૫ કરોડ રૂપિયા લોન આપી. ૮૨ ટકા વસ્તી માટેના બોર્ડ નિગમોને ૧૭૭ કરોડ આપવામાં આવે અને ૧૮ ટકા વસ્તી માટેના બોર્ડ નિગમને ૬૨૫ કરોડ આપવામાં આવે અને તેમાં પણ ફક્ત ૬ ટકા રકમ જ વણવપરાયેલી પડી રહી છે.”


શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “તે જ રીતે ૨૦૨૪ માં એકથી નવ બોર્ડ ન્ગીમોને ૨૩૭ કરોડ રૂપિયા રકમ ફાળવવામાં આવી, ૧૯ કરોડની સહાય આપવામાં આવી. વણવપરાયેલી રકમ ૧૧૧ કરોડ રૂપિયા છે, એટલે કે ૪૭ ટકા રકમ વણવપરાયેલી પડી રહી છે. ઓછા પૈસા ફાળવવામાં અને અડધી તો વણવપરાયેલી પડી રહે. બિનઅનામત આયોગને ૨૦૨૪ માં ૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા, ૭૫ કરોડની સહાય અપાય છે. ૫૭૫ કરોડ સામે વણવપરાયેલી રકમ ૧૯ કરોડ એટલે કે ત્રણ ટકા જ રહે છે. દસમાં નિગમને વધારે સહાય ને લોન આપવાની અને વણવપરાયેલી રકમ ઓછી.


અહી કોઈનો વિરોધ નથી, બિનઅનામત આયોગને હજુ વધારે રકમ આપે તો પણ વાંધો ના હોઈ શકે. પણ જે ગરીબ છે, આર્થિક- સામાજિક પછાત છે, પછાત વિસ્તારોમાં વસવાટ કરે છે એવા એસસી, એસટી, ઓબીસી, માઈનોરીટીના બોર્ડ નિગમોને કેમ દર વર્ષે અન્યાય અને મોટો ભેદભાવ થાય છે. ઓછી રકમ ફળવાય, સ્ટાફ ઓછો રાખવાનો, જાણી જોઇને મંજુરીમાં વિલંબ કરીને રકમને વણવપરાયેલી રાખવાનું ષડ્યંત્ર કરવાનું ચાલે છે. સૌના સાથ- સૌના વિકાસની માત્ર વાતો છે. ગુજરાત સરકાર એસસી, એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજોને બજેટ ફાળવણીમાં સતત અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે અને પછાતના પછાત જ રહે તેવી રીતે શાસન કરી રહી છે.”

Follow Me:

Related Posts