અમરેલી

અમરેલી જીલ્લા પંચાયતનું વર્ષ 2025-2026 નું 796.13 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર 

અમરેલી જીલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમરેલી જીલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં ૧૩ મુદાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં જીલ્લા પંચાયતની અલગ અલગ સમિતિઓની રજુ થયેલ કાર્યવાહીની નોધને બહાલી આપવામાં આવી હતી. ખાંભા, લાઠી તાલુકાના બે ગામડાઓના નામ ફેરફાર કરવામાં આવ્યા હતા.


સિચાઈ વિભાગના વિવિધ કામોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્ટેમ્પ ડયુટીની સ્વભંડોળ સદરે આવેલ વર્ષ 21/22 ની ગ્રાન્ટને નિયત દર મુજબ તાલુકા વાઇજ વિકાસના કામો માટે ખર્ચ કરવા બહાલી આપવામાં આવી હતી તથા વર્ષ 2024-2025 નું સુધારેલ અંદાજપત્ર તથા વાર્ષિક અંદાજપત્ર 2025-2026 નું 796.13 કરોડનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું જે પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા અધ્યક્ષ તથા જિલ્લા પંચાયતના તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અને શાંતિ પૂર્ણ રીતે સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી

Follow Me:

Related Posts