રાષ્ટ્રીય

૩ કલાકમાં ૪ દેશોમાં ભૂકંપના આંચકા; ભારત, નેપાળ, તિબેટ અને પાકિસ્તાનમાં આવ્યા આંચકા

ભારત સહિત ચાર દેશોમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્રણ કલાકમાં, ભારત, નેપાળ, તિબેટ અને પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા. ભારતમાં, પટનાના લોકોને સવારે ૨.૩૫ વાગ્યે જાેરદાર ભૂકંપનો અનુભવ થયો, ત્યારબાદ લોકો તેમના ઘરની બહાર નીકળી આવ્યા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળના બાગમતી પ્રાંતમાં પણ સવારે ૨.૩૫ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મુઝફ્ફરપુરથી ૧૮૯ કિલોમીટર ઉત્તરમાં આવેલો છે. આ ભૂકંપમાં કોઈ જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. આ ભૂકંપના આંચકા માત્ર નેપાળમાં જ નહીં પરંતુ પડોશી દેશ તિબેટમાં પણ અનુભવાયા હતા.

પાકિસ્તાનમાં પણ સવારે ૫ઃ૧૪ વાગ્યે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૫ હતી. આ પહેલા ૧૬ ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર રાવલપિંડીના દક્ષિણ પૂર્વમાં આઠ કિલોમીટર દૂર હતું. ભૂકંપના આંચકાઓને કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. શુક્રવારે સવારે ૨.૪૮ વાગ્યે, તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ હતી. અહીં પણ આ સમયગાળા દરમિયાન કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી ૭૦ કિલોમીટરની ઊંડાઈએ હતું.

Follow Me:

Related Posts