હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત અમેરિકાની અનેક દિગ્ગજ મહિલાઓ સ્પેસ મિશનમાં સામેલ થશે

હોલિવૂડ સિંગર કેટી પૈરી એક એવા સ્પેસ મિશનમાં સામેલ થવાના છે જેમાં અમેરિકાની અનેક દિગ્ગજ મહિલાઓ પણ હશે. આ મિશનની અમેરિકી અરબપતિ જૈફ બેજાેસની પત્ની કરી રહી છે.હોલિવૂડ સિંગર કેટી પૈરી અને અન્ય મહિલાઓ જે અવકાશ મિશન પર જવાના છે તે જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનનું એક મિશન છે, જેનું નામ દ્ગજી-૩૧ મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ હશે કે મિશન માટે જઈ રહેલા ન્યૂ શેપર્ડ અવકાશયાનમાં ફક્ત મહિલાઓ જ હશે.
આ મિશનનું નેતૃત્વ જેફ બેઝોસની પત્ની અને ભૂતપૂર્વ ન્યૂઝ રિપોર્ટર લોરેન સાંચેઝ કરશે. સાંચેઝએ જ આ પ્રતિષ્ઠિત ટીમને એકઠી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પૈરી અને સાંચેજની સાથે સીબીએસ એંકર ગેલ કિંગ, અગ્રણી વ્યક્તિઓમાં નાગરિક અધિકાર કાર્યકર્તા અમાન્ડા ન્ગ્યુએન, ફિલ્મ નિર્માતા કેરીન ફ્લાયન અને ભૂતપૂર્વ નાસા રોકેટ વૈજ્ઞાનિક આઈશા બોવેનો સમાવેશ થાય છે.
આ અવકાશ યાત્રા એક સીમાચિહ્નરૂપ સાબિત થવા જઈ રહી છે, કારણ કે ૧૯૬૩ માં વેલેન્ટિના તેરેશકોવાના એકલા મિશન પછી પહેલી વાર આ મિશનનું નેતૃત્વ મહિલા અવકાશયાત્રીઓની ટીમ કરશે.ઉલ્લેખનીય છે કે, સિંગર કેટી પેરી કેપિટોલ રેકોર્ડ્સની સૌથી વધુ ચર્ચામાં રહેતી મહિલા કલાકાર છે. તેમણે આ મિશન અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું મને આશા છે કે મારી સફર મારી પુત્રી અને અન્ય લોકોને પણ સ્ટાર્સ સુધી સુધી પહોંચવા માટે પ્રેરણા આપશે.
Recent Comments