વ્હાઇટ હાઉસમાં તણાવ : ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર વાદવિવાદ

ટ્રમ્પનો ઝેલેન્સકી પર આક્ષેપઃ “તમે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરી રહ્યા છો””તમે રશિયાની ભાષા બોલી રહ્યા છો” – ઝેલેન્સકીનો ટ્રમ્પ પર પ્રહારઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ, પરંતુ ટૂંક સમયમાં જ આ ચર્ચા ઉગ્ર બની ગઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે તીખી દલીલો જાેવા મળી, જેનાથી તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
આ ગરમાગરમ ચર્ચા વચ્ચે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ બંને નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાેકે, ટ્રમ્પ અને ઝેલેન્સકીના આક્રમક વલણને જાેતા તેમના પ્રયાસો સફળ થયા હોય તેવું લાગતું નથી. વ્હાઇટ હાઉસમાં ચાલી રહેલી આ ચર્ચા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહી છે, કારણ કે બંને નેતાઓની આ ટકરાવથી યુક્રેન-રશિયા યુદ્ધનું ભવિષ્ય પણ પ્રભાવિત થઈ શકે છે.
વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સકી પર ગંભીર આરોપ લગાવ્યો. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિને કહ્યું કે, “તમે લાખો લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છો અને તમારી આ ક્રિયાઓથી ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવાનું જાેખમ ઊભું થઈ રહ્યું છે.” ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે ઝેલેન્સકીને આવું કરવાનો કોઈ અધિકાર નથી કે ન તો તેમની પાસે આવું કરવાનો દરજ્જાે છે. ટ્રમ્પે યુક્રેનની સ્થિતિ માટે સીધેસીધું અમેરિકાને શ્રેય આપતા કહ્યું કે, “અમેરિકન સહાય અને શસ્ત્રોના કારણે જ યુક્રેન આટલા લાંબા સમય સુધી યુદ્ધમાં ટકી શક્યું છે. અમે જ ન હોત તો તમે ક્યારના હારી ગયા હોત.”
આ ચર્ચાનું સ્તર ત્યારે વધુ નીચે ગયું જ્યારે ટ્રમ્પે મીડિયાની સામે ઝેલેન્સકીને “મૂર્ખ રાષ્ટ્રપતિ” કહીને સંબોધ્યા. તેમણે ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે, “તમારે સમાધાન કરવું જ પડશે, નહીંતર તમારા ખરાબ દિવસો આજથી શરૂ થઈ ગયા છે.” ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકાએ યુક્રેનને ઇં૩૫૦ બિલિયન જેવી વિશાળ રકમ આપી છે, અને આ સહાય વિના યુક્રેન યુદ્ધમાં ટકી શકે તેમ નથી. ટ્રમ્પે ઝેલેન્સકીને ધમકાવવાનું ચાલુ રાખ્યું અને કહ્યું કે, “જાે તમે સમાધાન નહીં કરો, તો અમે રસ્તામાંથી હટી જઈશું.”
જે બાદ આ બધા આક્ષેપોનો જવાબ આપતા ઝેલેન્સકીએ સ્પષ્ટપણે કહ્યું કે, “અમે કોઈ યુદ્ધવિરામ કે સમાધાન સ્વીકારવા તૈયાર નથી.” તેમણે ટ્રમ્પને કહ્યું કે, “તમે મને બોલવાની તક પણ નથી આપી રહ્યા, અને તમે અમારા પર આ રીતે દબાણ લાવી શકો નહીં.” ઝેલેન્સકીએ ટ્રમ્પ પર પલટવાર કરતા એવો આરોપ લગાવ્યો કે, “તમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભાષા બોલી રહ્યા છો.” તેમણે ઉમેર્યું કે યુક્રેન પોતાની લડાઈ ચાલુ રાખશે અને કોઈપણ શરતો માનવા તૈયાર નથી.
આ મુદ્દે ઝેલેન્સકીના આવા પ્રકારના જવાબથી ટ્રમ્પ વધુ ભડકી ગયા. તેમણે કહ્યું, “તમે અમેરિકાનું અપમાન કરી રહ્યા છો. અમને શું કરવું તે તમે નક્કી ન કરી શકો, કારણ કે તમે આદેશ આપવાની સ્થિતિમાં નથી.” ટ્રમ્પે યુક્રેનની ખરાબ હાલતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “તમારા દેશની સ્થિતિ અત્યંત નબળી છે, અને અમેરિકા વિના તમે યુદ્ધ લડી શકો તેમ નથી.” તેમણે ફરી એકવાર ઝેલેન્સકીને ચેતવણી આપી કે જાે યુક્રેને સમાધાન ન કર્યું તો અમેરિકા પોતાની સહાય પાછી ખેંચી લેશે.
Recent Comments