અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા રમતગમત સપ્તાહ અન્વયે વિવિધ ૧૧ રમતોમાં ૪૦૦ જેટલા ભાઇ-બહેનોએ ભાગ લીધો

અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તા.૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫થી તા.૦૧ માર્ચ, ૨૦૨૫ સુધી ‘સ્પોર્ટ્સ વીક’ અન્વયે ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી આઇ.ટી.આઇ. ખાતે યોજાયેલા રમતમગમત સપ્તાહ અન્વયે ક્રિકેટ, વોલીબૉલ, ખોખો, કેરમ, રસ્સા ખેંચ વગેરે જેવી વિવિધ ૧૧ રમતો યોજાઈ હતી, જેમાં અંદાજે ૪૦૦ વિદ્યાર્થી-તાલીમાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનું સમાપન થતાં ઈનામ વિતરણ સમારોહમાં, જિલ્લા રમતગમત અધિકારીશ્રી પૂનમબેન ફૂમકીયા, પ્રાંત મદદનીશ યુવા અધિકારીશ્રી અરવિંદભાઈ બારૈયા, શ્રી શરદભાઈ અગ્રાવત તેમજ વાંકિયા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચતુરભાઈ ગોંડલીયા, કાર્યક્રમના સહાયકર્તા શ્રી પ્રકાશભાઈ સોની ઉપસ્થિત રહી ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. સંસ્થાના આચાર્યશ્રી ડૉ. ટી.એમ. ભટ્ટે કાર્યક્રમના સુચારુ આયોજન અને સહકાર બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમ અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments